સફેદ વસ્ત્રો પહેરીને સ્મશાનમાં જવાનો રિવાજ કેમ છે? જાણો તેની પાછળનું કારણ
આપણા કપડા, બેડ કે ચાદર પણ સારી-ખરાબ ઉર્જાને આકર્ષિત કરે છે. જો કપડાને રાખવા અને પહેરવાની રીત ખરાબ હોય તો ચોક્કસપણે જીવનમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. આવો આજે તમને જણાવીએ કે કપડા સાથે જોડાયેલી કઈ ભૂલ જીવનમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે છે.
નવી દિલ્હીઃ સામાન્ય રીતે જેને લોકો શૈતાન કે પ્રેત કહે છે, તે જીવનનું એક નકારાત્મક રૂપ છે. આપણે જેને દિવ્ય કહીએ તે જીવનનું સકારાત્મક રૂપ છે. ઋષિમૂનિઓ કહે છે કે આપણા કપડા, બેડ કે ચાદર પણ સારી-ખરાબ ઉર્જાને આકર્ષિત કરે છે. જો કપડાને રાખવા અને પહેરવાની રીત ખોટી હોય તો ચોક્કસપણે જીવનમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. તો આવો આજે તમને જણાવીએ કે કપડા સાથે કઈ ભૂલ જીવનમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે છે.
કપડાને રાખવાની ખોટી રીત
આપણે બાળપણથી પોતાના કપડાને સારી રીતે રાખવાની સલાહ આપવામાં આવે છે. આપણે ઉપયોગ બાદ પોતાના કપડા, બેડશીટને સારી રીતે ફોલ્ડ કરીને રાખવા જોઈએ. એવું કહેવામાં આવે છે કે જો સવારે ઉઠ્યા બાદ પોતાના બેડને સારી રીતે ન કરવામાં આવે તો નકારાત્મક શક્તિઓનો વાસ થઈ જાય છે, અને આપણે ફરી જ્યારે બેડ પ ર સુવા જઈએ તો તેનાથી જીવન પર ખરાબ અસર પડે છે. ગમે તેવી અને અવ્યવસ્થિત વસ્તુ ઉર્જાના નકારાત્મક રૂપને આકર્ષિત કરે છે.
આ પણ વાંચોઃ જૂઠ્ઠું બોલવામાં આ 4 રાશિના જાતકો છે પારંગત, બોલે છે સફેદ જૂઠ્ઠ, તમે પણ જાણો
કાળા અને સફેદ કપડા
શું તમે જાણો છો કે આપણી આંખો માત્ર સફેદ પ્રકાશના વિખેરાઈ તરીકે રૂપમાં સમજે છે. લાલ વસ્તુ લાલ દેખાતી નથી કારણ કે તેનો રંગ લાલ હોય છે. તે દૃશ્યમાન છે કારણ કે તે સફેદ પ્રકાશમાં હાજર તમામ રંગોને જાળવી રાખે છે અને માત્ર લાલ રંગ પરત કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જે વસ્તુ રંગને પાછો ફેંકી દે છે તે તેનો રંગ બની જાય છે. એટલે કે આપણી સમજ સાવ ખોટી છે. અમને લાગે છે કે કંઈક લાલ છે. પરંતુ તે લાલ સિવાય બધું જ છે. તેવી જ રીતે, વસ્તુ સફેદ છે કારણ કે તે તેના મૂળ રંગને છોડીને બધું પાછું આપે છે.
જ્યારે તમે કોઈ એવા સ્થાન પર જાવ છો જ્યાં વસ્તુ પર તમારૂ કોઈ નિયંત્રણ નથી તો હંમેશા સફેદ કપડા પહેરીને જવાની સલાહ આપવામાં આવે છે. હકીકતમાં તમે તે જાણતા નથી કે બહાર તમારી આસ-પાસ શું થઈ રહ્યું છે. તમે લોકોના મનમાં છુપાયેલા વિચાર અને ભાવનાઓને જાણી શકતા નથી. તેવામાં સફેદ રંગ તમને એક પ્રકારની સુરક્ષા આપે છે. બાકી બધુ પરત ફેંકી દે છે. માત્ર પ્રકાશ નહીં, ઉર્જા પણ.
તેનાથી વિપરીત, કાળો બધું શોષી લે છે. જો તમે એવા સ્થાન પર હોવ જ્યાં દરેક વ્યક્તિ સમાઈ જવા ઈચ્છે છે તો તમારે કાળો રંગ પહેરવો જોઈએ. સદગુરુ કહે છે કે લગભગ 25 ટકા લોકોમાં માનસિક સંઘર્ષનું કારણ એ છે કે જે ન હોવા જોઈએ તેવા સંજોગોમાં લાંબા સમય સુધી કાળા કપડાં પહેરે છે. જો તમે કોઈનો શોક કરવા જાઓ છો અથવા તમારી આસપાસ કોઈ મૃત્યુ પામે છે તો ક્યારેય કાળા કપડાં પહેરશો નહીં. આવી સ્થિતિમાં, ફક્ત સફેદ જ પહેરો, કારણ કે તમે ક્યારેય આવી ઊર્જાને શોષવા માંગતા નથી. જ્યાં તમે ધ્યાન આકર્ષિત કરવા માંગતા નથી ત્યાં કાળા કપડા પહેરીને ક્યારેય ન જાવ.
આ પણ વાંચોઃ શુક્રની રાશિમાં સૂર્યની એન્ટ્રી બનાવશે કરોડપતિ, આ ત્રણ રાશિના જાતકોને થશે વિશેષ લાભ
મૃતકોના કપડા
વ્યક્તિ જે કપડા પહેરે છે, તેમાં તેનો કેટલોક અંશ બાકી હોય છે. આ સંસ્કૃતિનો એક ભાગ છે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો જે કપડા તેના શરીરના સંપર્કમાં હતા, તેને સળગાવી દેવામાં આવે છે. તેને ક્યારેય સંભાળીને રાખવામાં આવતા નથી. જો કોઈ કપડા ખુબ ઓછા પહેરવામાં આવ્યા છે તો માત્ર લોહીના સંબંધિત લોકોને આપવામાં આવે છે. પરંતુ તે કપડા પણ મૃત્યુની પ્રથમ વરસી સુધી પહેરાતા નથી.
હકીકતમાં આવા કપડાના સંપર્કમાં આવવાથી તેમાં આપણી કેટલીક ઉર્જા જોડાઈ જાય છે. ત્યારબાદ તમે કોઈ વિચિત્ર ઘટનાઓનો અનુભવ કરવા લાગશો. આવી જે પણ વસ્તુ તમારા શરીરનો સંપર્ક બનાવે છે, તેમાં તમારા થોડા ગુણ આવી જશે. તેથી ભારતમાં લોકો પોતાના શરીરમાં આવનાર કપડાનું ખુબ ધ્યાન રાખે છે. ઘણીવાર કાળો જાદૂ કરનાર લોકો તેનો ખોટો ઉપયોગ કરી લે છે.
ઋષિઓ કહે છે કે આપણે મૃત લોકો સાથે સંબંધ ન રાખવો જોઈએ. જ્યારે કોઈ મનુષ્ય પોતાના શરીર, મન, બુદ્ધિ અને ભાવનાની સામાન્ય સમજને છોડે છે તો તમારો તેની સાથે સંબંધ ખતમ થઈ જાય છે. પછી તે વ્યક્તિ ગમે એટલો પ્રિય કે નજીકનો કેમ ન હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)