Surya Gochar 2023: શુક્રની રાશિમાં સૂર્યની એન્ટ્રી બનાવશે કરોડપતિ, આ ત્રણ રાશિના જાતકોને થશે વિશેષ લાભ

Sun Transit 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર મહિને સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. મેમાં પણ સૂર્ય પોતાના ચોક્કસ સમય પર ગોચર કરશે. 14 મેએ સૂર્ય મેષ રાશિમાંથી નિકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. 

Surya Gochar 2023: શુક્રની રાશિમાં સૂર્યની એન્ટ્રી બનાવશે કરોડપતિ, આ ત્રણ રાશિના જાતકોને થશે વિશેષ લાભ

નવી દિલ્હીઃ Sun Transit 2023 Effect: વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહનું પોતાનું મહત્વ છે. સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દર મહિને ગોચર કરે છે. પિતા, આત્મા, નોકરી, સરકારી લાભ વગેરેને સૂર્યને કારક માનવામાં આવ્યા છે. તેવામાં સૂર્યના રાશિ પરિવર્તનનો પ્રભાવ ન માત્ર દેશ-દુનિયા પર પરંતુ દરેક રાશિના જાતકો પર પણ પડે છે. 

સૂર્ય 14 મેએ વૃષભ રાશિમાં ગોચર કરશે. તેનો પ્રભાવ દરેક રાશિ પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિના જાતક એવા છે, તેને ન માત્ર ધનલાભ થશે પરંતુ તેનો ભાગ્યોદય પણ થશે. આવો આ રાશિ વિશે જાણીએ. 

મેષ રાશિ
જ્યોતિષ શાસ્ર અનુસાર સૂર્ય ગોચરનો શુભ પ્રભાવ મેષ રાશિના જાતકોને મળશે. નોંધનીય છે કે આ રાશિનની ગોચર કુંડળીમાં સૂર્ય દેવ ધનભાવમાં બિરાજમાન થવાના છે. તેવામાં આ રાશિના જાતકોના આર્થિક પક્ષમાં મજબૂતી આવશે. અટવાયેલા પૈસા પરત મળી શકે છે. નોકરી કરનાર જાતકોને મહેનતનું ફળ પ્રાપ્ત થશે. આ સિવાય તમારી પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. 

સિંહ રાશિ
આ રાશિના સ્વામી સૂર્ય છે. તેવામાં આ જાતકો માટે સૂર્ય ગોચર ફળયાદી રહેવાનું છે. નોંધનીય છે કે સૂર્ય આ રાશિના કર્મ ભાવમાં ગોચર કરવાના છે. તેનાથી કરિયરમાં પ્રગતિ થશે. પગાર વધારા સાથે પ્રમોશનની સંભાવના બની રહી છે. બિઝનેસ કરનારને આ સમયમાં લાભ મળશે. આ સમયમાં કોઈ મોટી ડીલ કરી શકો છો. પિતાનો સહયોગ આ સમયમાં મળશે. તો જ લોકો નોકરી શોધી રહ્યાં છે તેને પણ સારા સમાચાર મળશે. 

કન્યા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિના જાતકોની ગોચર કુંડળીના નવમાં ભાવમાં સૂર્ય ગોચર કરવા જઈ રહ્યો છે. તેવામાં આ ગોચર તે રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે. ભાગ્યનો સાથ મળશે. યાત્રા કરવાનો અવસર મળી શકે છે. જે તમને ભવિષ્યમાં લાભ પહોંચાડશે. વિદેશ જઈને અભ્યાસ કરનાર વિદ્યાર્થીને સફળતા મળશે. તેના દરેક સપના પૂરા થશે. આધ્યાત્મ સાથે જોડાવ રહેશે. કોઈપણ માંગલિક કાર્યનો ભાગ બની શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news