Why did Ravana tremble after seeing grass in Sita hand : રામ મંદિર બન્યા બાદ લોકોને ફરીથી રામાયણમાં રસ પડ્યો છે. રામાયણ એક અદભૂત રચના છે. જેના અનેક કિસ્સાઓ આજે પણ લોકોના માનસમાં ચર્ચા જગાવે છે. લોકો જેટલા ભગવાન રામને પસંદ કરે છે, તેટલા જ રાવણને પણ જાણવા ઉત્સુક હોય છે. ત્યારે આજે રામાયણના એક એવા કિસ્સા વિશે જાણીએ, જેમાં રાવણ સીતા માતાના હાથમાં એક વસ્તુ જોઈને થરથર કાંપી જતો હતો. આ કારણે તે સીતા માતાની ક્યારેય નજીક જઈ શક્યો ન હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાવણ જ્યારે પણ માતા સીતાને મળવા આવતો ત્યારે સીતા માતા પોતાના હાથમાં ઘાસનું તણખલું પકડી લેતા હતા. રાવણ અનેકવાર સીતા માતાને ધમકાવતો હતો, પરંતુ સીતા માતા ચૂપચાપ સાંભળ્યા કરતા. પરંતુ સીતા માતાના હાથમાં ઘાસનું તણખલું હોવાથી રાવણ તેમની નજીક ક્યારેય જઈ શક્તો ન હતો. ઉલટાનું રાવણ ડરીને તેમનાથી દૂર જતો રહેતો હતો. 


રતા પથ્થરોથી બનાવેલા રામસેતુ કેવી રીતે સમુદ્રમાં ડૂબ્યો, નાસાએ પણ કર્યો છે આ દાવો


રાવણના આ ડર પાછળ એક શ્રાપ કારણભૂત હતો. હકીકતમાં રાવણને એક શ્રાપ મળ્યો હતો. એકવાર રાવણે એક સુંદર તપસ્વીનીની સાથે દુરાચાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તપસ્વીનીના સન્માનને ભંગ કર્યા બાદ રાવણ ત્યાંથી જવા લાગ્યો તો તે સ્ત્રીએ તેમને શ્રાપ આપ્યો, જે કુશા સાથે જોડાયેલ હતો. 


તપસ્વનીએ શ્રાપ આપ્યો કે, જ્યારે પણ રાવણ કોઈ સ્ત્રીની નજીક તેની મરજી વિરુદ્ધ જશે તો ઘાસનું તણખલું તેની રક્ષા કરશે. જ્યારે કોઈ સ્ત્રી આત્મરક્ષા માટે રાવણની સામે ઘાસનું તણખલું પકડીને ઉભી રહી જશે, તો તે તણખલું રાવણને ભસ્મ કરી દેશે. આ જ કારણ હતું કે, માતા સીતાના હાથમાં ઘાસ જોઈને રાવણ થરથર કાંપી જતો હતો, અને તેમની નજીક જવાની હિંમત ન કરતો.  


પોપટના શ્રાપને કારણે સીતાએ એક નહિ, બે વાર શ્રીરામથી વિયોગ સહન કરવો પડ્યો હતો


Brahma Muhurta: બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના ચમત્કારિક લાભ છે, જાણો શું છે બહ્મ મુહૂર્ત