Tulsi Pujan Diwas:દુનિયાભરમાં 25 ડિસેમ્બર ક્રિસમસ ઉજવવામાં આવે છે પરંતુ ભારતમાં મોટાભાગના લોકો આ દિવસને તુલસી પૂજન દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તુલસીની વિધિવત પૂજા કરવાની હોય છે. હિન્દુ ધર્મમાં તુલસી પૂજનનું વિશેષ મહત્વ છે. સનાતન ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. કહેવાય છે કે ઘરમાં તુલસીનો છોડ રાખી રોજ તેની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને માતા લક્ષ્મીનો વાસ હંમેશા ઘરમાં રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  Mangal Gochar 2023: 2 દિવસમાં બદલાશે આ રાશિઓનું નસીબ, નવા વર્ષમાં મંગળ કરાવશે લાભ


તુલસી પૂજાની વિધિ


તુલસી દિવસ એટલે કે 25 ડિસેમ્બરે સવારે વહેલા જાગી સ્નાન કરી લેવું અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યાર પછી તુલસીના છોડને જળ અર્પણ કરો. ત્યાર પછી તુલસીને લાલ ચુંદડી ચઢાવો અને પછી સિંદૂર ચઢાવો. તુલસીના છોડ પાસે બેસીને તુલસી કથા વાંચો અને તેમને મીઠાઈ ધરાવવો. સાંજે તુલસી પાસે ઘીનો દીવો કરો અને મંત્ર જાપ કરો. 


આ રીતે રોજ સવારે જલ્દી જાગી જવું અને તુલસીને જળ અર્પણ કરી તેની પૂજા કરવી. ત્યાર પછી સાંજના સમયે તુલસી સામે ઘીનો દીવો કરવો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને માતા લક્ષ્મીનો વાસ થાય છે. જો કે ધ્યાનમાં રાખવું કે રવિવારે અને એકાદશીની તિથિ હોય ત્યારે તુલસીને જળ અર્પણ ન કરવું. આ દિવસે માતા તુલસી ભગવાન માટે નિર્જળા વ્રત કરે છે. તેમને જળ અર્પણ કરવાથી તેમનું વ્રત તુટી જાય છે.  


આ પણ વાંચો: વાસ્તુ અનુસાર ઘરમાં રાખો સાવરણી, જીવનમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે


તુલસી નામાષ્ટક


તુલસી પૂજાના દિવસે તુલસીજીની પૂજા કરો ત્યાર પછી આ નામાષ્ટકનો પાઠ કરવો. આ રીતે તુલસી પૂજા કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી પાસ થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ સાથે ધનનું આગમન પણ થશે


આ પણ વાંચો: જાણો કઈ રાશિના લોકો ગુસ્સો કરવામાં હોય નંબર વન, નાની-નાની વાત પર કરી બેસે છે ઝઘડો


વૃંદા વૃંદાવની વિશ્વપૂજિતા વિશ્વપાવની. પુષ્પસારા નંદનીય તુલસી કૃષ્ણ જીવની
એતભામાંષ્ટક ચૈવ સ્ત્રોતં નામર્થં સંયુતમ. ય: પઠેત તાં ચ સમ્પૂજ્ય સૌશ્રમેઘ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)