Shani Vakri 2024: ગણતરીના દિવસોમાં વર્ષ 2024 ની શરૂઆત થશે. વર્ષ 2024 માં શનિ ગ્રહ કુંભ રાશિમાં વક્રી થશે. જ્યારે પણ શનિ ગ્રહ વક્રી થાય છે તો તેનો પ્રભાવ દરેક રાશિના લોકોના જીવન પર પડે છે. જે લોકો પર શનિદેવની કૃપા હોય છે તેમને આ સમય દરમિયાન ખૂબ જ લાભ થાય છે. વર્ષ 2024માં પણ શનિ જ્યારે વક્રી થશે તો કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી દેશે. આખું વર્ષ આ રાશિ ઉપર શનિદેવની કૃપા રહેશે. તો ચાલો તમને જણાવીએ વર્ષ 2024 માં શનિદેવ કઈ રાશિઓને શુભ ફળ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: માળા હાથમાં રાખી મંત્ર જાપ કરતી વખતે તમે તો નથી કરતાંને આ ભૂલ? નીકળી જશે ધનોતપનોત


વૃષભ રાશિ


વર્ષ 2024 માં શનિ પોતાની જ રાશિમાં વક્રી થશે, જેના કારણે વૃષભ રાશિના લોકોને લાભ થશે. શનિદેવની કૃપાથી વૃષભ રાશિના લોકોને અપાર સફળતા અને ધન પ્રાપ્ત થશે. આ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે અને શનિ અને શુક્રને મિત્રતા છે તેવામાં વૃષભ રાશિના લોકો માટે આ સમયે અતિ શુભ રહેશે.


મિથુન રાશિ


વર્ષ 2024 મિથુન રાશિના લોકો માટે પણ ફળદાયી સાબિત થશે. આ રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. શનિ અને બુધની પણ મિત્રતા છે તેવામાં શનિનું વક્રી થવું આ રાશિના લોકો માટે શુભ અવસર સમાન સાબિત થશે. આ વર્ષમાં આ રાશિના જાતકોના બધા જ અટકેલા કામ પુરા થશે લાંબા સમયથી ચાલી આવતી અધુરી ઈચ્છા પૂર્ણ થશે. કામમાં જે બાધાઓ આવતી હતી તે પણ દૂર થવા લાગશે. મહેનતનું ફળ મળવા લાગશે.


આ પણ વાંચો: Bhagya Rekha: ભાગ્યને નહીં આપવો પડે દોષ, આ 2 ઉપાય કરવાથી ભાગ્ય સોનાની જેમ ચમકશે


મકર રાશિ


આ રાશિના લોકો માટે પણ વર્ષ 2024 ગોલ્ડન પિરિયડ જવું હશે. સ્વાસ્થ્યથી લઈને ધનની બાબતમાં આ રાશિના લોકોને લાભ થશે. વર્ષ 2024 ની શરૂઆતથી જ શનિ કૃપાની અસર જોવા મળશે. દરેક નિર્ણયમાં પરિવારનો સહયોગ મળશે ધનની આવક વધશે. જે લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે તેમના માટે આ વર્ષ સારું રહેશે. આ રાશિના લોકોને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.


કુંભ રાશિ


વર્ષ 2024 માં કુંભ રાશિમાં જ શનિદેવ બિરાજમાન રહેશે. કુંભ રાશિમાં શનિ વક્રી થશે અને આ રાશિ માટે સારો સમય શરૂ થશે. નવા કામ શરૂ કરવા માટે આ વર્ષ સારું છે. આ વર્ષમાં ઘણી નવી તક પ્રાપ્ત થશે. રોકાણથી લઈને પ્રોપર્ટીમાં લાભ થશે. સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.


આ પણ વાંચો: ભાગ્યશાળી હોય તેને જ જોવા મળે આ વસ્તુઓ, માતા લક્ષ્મીની પધરામણીનો કરે છે સંકેત


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)