નવી દિલ્હીઃ Gajkesari Rajyog-Budhaditya Yog: દરેક મહિનાની બંને પક્ષની એકાદશી તિથિનું વિશેષ મહત્વ હોય છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ યોગિની એકાદશી તરીકે ઓળખાય છે. આ વખતે યોગિની એકાદશી 14 જૂન, બુધવારે પડી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યોગિની એકાદશીના દિવસે આ વખતે ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે યોગિની એકાદશીના દિવસે સૂર્યોદયના સમયે ગજકેસરી તથા બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. કહેવાય છે કે આ બંને યોગોમાં વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો ખુબ શુભ માનવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે વ્રત ડબલ પુણ્યનું ફળ આપશે. એટલું જ નહીં ભગવાન વિષ્ણુની કૃપાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં આ દિવસે વ્રત રાખવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. કહેવામાં આવે છે એ આ વ્રત રાખવાથી વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળી જાય છે. તે માટે યોગિની એકાદશીને શ્રેષ્ઠ માનવામાં આવી છે. આ દિવસે ભગવાન વિષ્ણુના ક્યા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે? સાથે એકાદશી વ્રતના નિયમ.


યોગિની એકાદશી વ્રત 2023 શુભ મુહૂર્ત
હિન્દુ પંચાગ અનુસાર અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 13 જૂન, મંગળવાર સવારે 9 કલાક 28 મિનિટથી લઈને એકાદશી તિથિનું સમાપન 14 જૂન, બુધવારે સવારે 8 કલાક 48 મિનિટ પર થશે. 


યોગિની એકાદશી પર પૂજાનો શુભ સમય સવારે 05.23 થી 08.52 સુધીનો છે. વધુમાં, તે સવારે 10.37 થી બપોરે 12.21 સુધી છે.


આ પણ વાંચોઃ Vastu Tips: આજે જ ઘરે લાવો માટીની આ વસ્તુઓ, ચમકી જશે ભાગ્ય; પૈસાનો થશે વરસાદ


યોગિની એકાદશી પર કરો ભગવાન વિષ્ણુના આ રૂપની પૂજા
સ્કંદ પુરાણ અનુસાર અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. આ મહિનામાં વામન અવતારની પૂજા ઉત્તમ માનવામાં આવી છે. કહેવામાં આવે છે કે અષાઢ મહિનાના અધિપતિ વામન દેવ છે. તેવામાં આ મહિનાની બંને એકાદશી પર વામન અવતારની પૂજા કરવામાં આવે છે. અષાઢ મહિનાની એકાદશી યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરી તેનો લાભ ઉઠાવો. 


વામન અવતારની પૂજાથી થશે આ લાભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરે છે, ભગવાન પ્રસન્ન થઈને તેની મનોકામનાઓ જલદી પૂરી કરે છે. કહેવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવાથી ભક્તોની દરેક ઈચ્છા પૂરી થશે. આ સિવાય સંતાન વિહોણા દંપત્તિને સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. આ સિવાય વ્યક્તિને તેના દુખ અને પાપમાંથી મુક્તિ મળે છે. 


આ પણ વાંચોઃ 4 દિવસ બાદ આ લોકોના જીવનમાં આવશે 'મુસીબતોનું વાવાઝોડું', શનિ,રાહુ-કેતુની ઉલ્ટી ચાલ


યોગિની એકાદશી વ્રતના નિયમ
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યોગિની એકાદશીના દિવસે પૂર્વ એટલે કે અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની દશમ તિથિના સૂર્યાસ્ત બાદ રાતના સમયે એકાદશી વ્રત અને ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજાનો સંકલ્પ જરૂર કરો. 


- આ દરમિયાન વ્રતના સમયે અન્નનું સેવન કરવામાં આવતું નથી. યોગિની એકાદશી પર ફળાહાર કરવામાં આવે છે. દશમથી લઈને એકાદશીના વ્રતના સમાપન સુધી વ્યક્તિએ બ્રહ્મચાર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. 


- યોગિની એકાદશીના દિવસે સવારે સ્નાન બાદ ભગવાન  વિષ્ણુ અને લક્ષ્મી નારાયણ સ્વરૂપનું ધ્યાન કરવાથી લાભ થાય છે. ત્યારબાદ પંચામૃત, તુલસીના પાન સહિત પૂજાની અન્ય સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવી જોઈએ. 


- એકાદશીના દિવસની પૂજા બાદ ગરીબોને અન્ન, ભોજન, વસ્ત્ર, જળ વગેરેનું દાન કરવામાં આવે છે. 


- રાતના સમયે શ્રી હરિ મંદિરમાં ઘીનો દીવો કરો. રાત્રે જાગરણ કરો અને સૂર્યોદય બાદ પૂજા-પાઠ કરો અને વિધિપૂર્વક વ્રતનું પારણ કરો. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube