117 વર્ષ બાદ બન્યા 3 દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળા પૈસા ગણતા-ગણતા થાકી જશે, તિજોરીઓ ખૂટી પડશે!
યોગિની એકાદશી પર એક સાથે 3 દુર્લભ સંયોગ બની રહ્યા છે. જેનાથી તમારા પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા થશે. જાણો કોણ છે તે 3 લકી રાશિઓ...
હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ વ્રતોમાંથી એક વ્રત એકાદશીનું પણ છે. 2 જુલાઈ મંગળવારે યોગિની એકાદશી છે. આમ તો 1 જુલાઈના રોજ 1.26 વાગે એકાદશી તિથિની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ હિન્દુ પંચાંગ મુજબ વ્રતની ઉદયતિથિ મુજબ 2 જુલાઈના રોજ યોગિની એકાદશી ગણાશે. બીજા દિવસે લગભગ 7 વાગે તે સમાપ્ત થશે. આ દિવસ ખાસ કરીને વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. 117 વર્ષ બાદ યોગિની એકાદશી પર દુર્લભ સંયોગ બન્યો છે. જેનાથી 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓને મોજ પડી જશે.
યોગિની એકાદશીનું વ્રત તમામ કષ્ટઅને પાપ દૂર કરવા માટે જાણીતું છે. આ વખતે કેટલીક રાશિઓને તે માલામાલ પણ કરી શકે છે. ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મી પણ આ 3 રાશિઓ પર પોતાની કૃપા વરસાવી શકે છે.
બન્યા 3 દુર્લભ સંયોગ
યોગિની એકાદશી પર 3 દુર્લભ સંયોગ બની રહ્યા છે. આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ અને માતા લક્ષ્મી યોગ બની રહ્યા છે. આ ત્રણેય યોગનો સંયોગ 3 રાશિઓને માલામાલ કરી શકે છે. એવું કહે છે કે જે વ્યક્તિ પર આ 3 યોગની કૃપા થાય તેમને કોઈ પણ કરોડપતિ બનતા રોકી શકે નહીં. જાણો તે લકી રાશિઓ વિશે.
મેષ રાશિ
શુભ મહાસંયોગથી તમારા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ખાસ કૃપા થશે. આગામી દિવસ તમારા માટે સારા સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારું માન સન્માન વધશે. વેપારમાં થઈ રહેલા નુકસાનથી છૂટકારો મળશે. ભવિષ્ય માટે બનાવવામાં આવેલી યોજનાઓ સફળ થશે. તમને અનેક પ્રકારના અન્યલાભ થશે. નોકરીયાતોનું પ્રમોશન થઈ શકે છે.
કન્યા રાશિ
અનેક ખુશીઓ લઈને આવી શકે છે. જીવનસાથી સાથે સંબંધ સારા થશે. તમારા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા થશે. વેપારીઓને વેપારમાં પ્રગતિ થશે. જે કામ કરવાનું એકવાર નક્કી કરી લેશો તે જરૂર પૂરું થશે. તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે.
મકર રાશિ
તમને તમામ પ્રકારની સુખ સુવિધા મળી શકે છે. આવનારા દિવસોમાં કઈક સારું સાંભળવા મળી શકે છે. તમારા પર માતા લક્ષ્મીની કૃપા થઈ શકે છે. તમારા જીવનમાં તમામ કષ્ટ અને દુખ દૂર થઈ શકે છે. ઘણા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. સમાજમાં તમારું નામ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)