Yogini Ekadashi 2023: દરેક માસમાં 2 એકાદશી આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં આમ વર્ષ દરમિયાન કુલ 24 એકાદશીના વ્રત કરવાના હોય છે. દરેક એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. આવી જ એકાદશી છે યોગિની એકાદશી. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં યોગિની એકાદશી આવે છે. આ દિવસે એકાદશી વ્રત રાખવામાં આવે તો વિશેષ ફળ મળે છે. આ વર્ષે યોગિની એકાદશી 14 જૂન 2023 અને બુધવારના રોજ આવશે.
 
આ પણ વાંચો: 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Astro Tips: ખાંડના ડબ્બામાં ગુપ્ત રીતે રાખી દો આ વસ્તુ, ઘરમાં ક્યારેય નહીં ખુટે ધન


આ રંગનું પર્સ રાખશો તો ખિસ્સુ રહેશે રુપિયાથી છલોછલ.. જાણો રાશિ અનુસાર પર્સનો લકી કલર


Vastu Tips: સપ્તાહના આ 2 દિવસ પૂજામાં ન કરવી જોઈએ અગરબત્તી, કરનાર થાય છે કંગાળ


ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે યોગિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ થાય છે. આ વ્રત વિશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે તેને કરવાથી પાપ કર્મોનો નાશ થાય છે અને દુઃખ તેમજ દરિદ્રતા દૂર થાય છે. યોગિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે. યોગિની એકાદશીનું વ્રત કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.


આ વખતે એકાદશી તિથિ 13 જૂને સવારે 09:28 કલાકે શરૂ થશે અને એકાદશીનું સમાપન 14 જૂને સવારે 08:28 મિનિટે થશે. યોગિની એકાદશી વ્રત ઉદિયા તિથિ અનુસાર 14 જૂન અને બુધવારે રાખવામાં આવશે. વ્રતના પારણા 15 જૂન અને ગુરુવારે કરવાના રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)