Astrology: કયા રંગનું પર્સ રાખશો તો ખિસ્સુ રહેશે રુપિયાથી છલોછલ ? જાણો રાશિ અનુસાર પર્સ માટે લકી કલર
Color Astrology: રંગ આપણા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. દરેક રંગની પણ ખાસ અસર હોય છે. ખાસ કરીને દરેક રાશિ સાથે રંગનો પણ સંબંધ હોય છે. જો તમે રાશિ અનુસાર રંગની પસંદગી કેટલીક વસ્તુઓમાં કરો છો તો તે તમારા જીવન માટે ફાયદાકારક સાબિત થાય છે. ખાસ કરીને રાશિ અનુસાર જો પર્સ રાખવામાં આવે તો તેનાથી લાભ થાય છે અને પર્સ રુપિયાથી છલોછલ રહે છે.
મેષ
મેષ રાશિના લોકોએ લાલ રંગનું પર્સ અથવા વોલેટ રાખવું જોઈએ. આ રંગનું પર્સ રાખવાથી ક્યારેય પૈસાની તંગી નહીં આવે.
વૃષભ
વૃષભ રાશિના જાતકોએ સફેદ રંગનું પર્સ સાથે રાખવું જરૂરી છે. વૃષભ રાશિના લોકો ક્રીમ કલરનું પર્સ પણ રાખી શકે છે.
મિથુન
મિથુન રાશિના જાતકોએ લીલા રંગનું પર્સ પોતાની સાથે રાખવું જોઈએ. મિથુન રાશિના લોકો માટે લીલો રંગ સમૃદ્ધિ અને ખુશીનું પ્રતીક છે.
કર્ક
કર્ક રાશિના જાતકોએ પોતાની સાથે સફેદ કે ક્રીમ રંગનું પર્સ રાખવું જોઈએ, આમ કરવાથી પૈસાની કમી નહીં રહે.
સિંહ
સિંહ રાશિના જાતકોએ બ્રાઉન પર્સ રાખવું જોઈએ. આ રંગ તેમનો લકી કલર છે. આ રંગનું પાકીટ રાખવાથી તેની પ્રગતિ ઝડપી થાય છે.
કન્યા
કન્યા રાશિના જાતકોના લીલા રંગનું પર્સ રાખવું જોઈએ. તે પ્રગતિ લાવે છે.
તુલા
તુલા રાશિના લોકોએ પોતાની સાથે સફેદ કે ક્રીમ રંગનું પર્સ રાખવું જોઈએ.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકોએ પોતાની સાથે લાલ કે ભૂરા રંગનું પર્સ રાખવું જોઈએ. આ રંગ તમારા માટે લકી સાબિત થશે.
ધન
ધન રાશિના લોકોએ પોતાની સાથે પીળા કે લાલ રંગનું પર્સ રાખવું જોઈએ. આમ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે.
મકર
મકર રાશિના લોકો માટે કાળા રંગનું પર્સ રાખવું ફાયદાકારક સાબિત થશે.
કુંભ
કુંભ રાશિના લોકોએ પોતાની સાથે કાળા કે ભૂરા રંગનું પર્સ રાખવું જોઈએ.
મીન
મીન રાશિના લોકોએ પીળા અથવા ક્રીમ રંગના પર્સનો ઉપયોગ કરવો જોઈએ. આ રંગ તેમના માટે ભાગ્યશાળી સાબિત થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos