Astro Tips: જ્યારે પણ કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલતો હોય તો તે સતત એક જ વિચાર કરે કે આ સમયે ક્યારે પૂરો થશે અને સુખના દિવસો ક્યારે આવશે ? જ્યોતિષશાસ્ત્ર અનુસાર સુખ અને દુઃખ જીવનના બે અભિન્ન અંગ છે. જે રીતે સુખનો સમય ટકતો નથી તે રીતે દુઃખ પણ જીવનમાં ટકતા નથી. આજે નહીં તો કાલે તેનો અંત આવે છે. અને જ્યારે સારો સમય શરૂ થવાનો હોય ત્યારે વ્યક્તિને કેટલાક સંકેત પણ મળી જાય છે. જો તમારા જીવનમાં પણ કોઈ સમસ્યા ચાલી રહી હતી અને તમને આવા સંકેત મળવા લાગે તો સમજી લેજો કે તમારા દુઃખના દિવસો પૂરા થયા અને હવે તમને ખુશખબરી મળવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: વૈશાખ મહિનાની પૂનમના દિવસે જે કરે આ ઉપાય તેનું સુતું ભાગ્ય જાગી જાય રાતોરાત બને અમીર


ધન લાભનો સંકેત 


શુકનશાસ્ત્ર અનુસાર હાથમાં ખંજવાળ આવવી તે વાતને શુભ અને અશુભ સંકેત સાથે જોડીને જોવામાં આવે છે. જેમકે જો કોઈ પુરુષને જમણા અને મહિલાને ડાબા હાથની હથેળીમાં ખંજવાળ આવે તો તે શુભ ગણાય છે તેનો અર્થ થાય છે કે વ્યક્તિને ધન લાભ થવાનો છે. 


સપનાના સંકેત 


જો તમને સપનામાં કોઈ મંત્ર સંભળાતો હોય તેવું લાગે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે તમે જે કાર્યને પૂર્ણ કરવાનો પ્રયાસ પપ્પા હતા તેમાં તમને સફળતા મળશે સાથે જ જીવનમાં સકારાત્મક ફેરફાર થવાના છે. 


આ પણ વાંચો: આજથી જાગી જશે આ રાશિઓનું સૂતું ભાગ્ય, બુધ ભરી દેશે ખાલી તિજોરી, દરેક કામ થશે સફળ


અવાજના શુભ સંકેત 


હિન્દુ ધર્મમાં પૂજા પાઠ કરતી વખતે શંખનો પ્રયોગ કરવાનું વિધાન છે. પરંતુ જો સવારે તમે શંખ વગાડ્યો ન હોય અને તમને ક્યાંકથી શંખનો અવાજ સંભળાય તો તેને શુભ માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે જીવનમાં આવેલી સમસ્યાનો અંત થવાનો છે. 


અચાનક કીડી નીકળવી 


જો ઘરમાં અચાનક કીડી નીકળે અને તે નીચેથી ઉપરની તરફ જતી હોય તો સમજી લેવું કે તમારી પ્રગતિ થવાની છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કીડી નીકળે તો તેને લોટ ખવડાવવો જોઈએ.


આ પણ વાંચો: પિતૃઓના આશીર્વાદથી બનવું હોય ધનવાન તો ગરુડ પુરાણની આ 5 વાતનું રાખો ધ્યાન


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)