Feng Shui Tips: વાસ્તુશાસ્ત્રની જેમ ફેંગશુઈ પણ ઘરની નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર વધારે છે. હાલ વાસ્તુની જેમ ઘરમાં ફેંગશુઈ સંબંધિત વસ્તુઓ રાખવા પર પણ ઘણો ભાર આપવામાં આવી રહ્યો છે. આ વસ્તુઓને ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર વધે છે અને વ્યક્તિના દુર્ભાગ્યનો નાશ થાય છે. ફેંગશુઈના નિષ્ણાંતોના મતે જો તમારા જીવનમાં કારર્કિદી સંબંધિત સમસ્યાઓ હોય તો ફેંગશુઈમાં જણાવેલા કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમે જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરી શકો છો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ 4 રાશિના લોકોના જીવનમાં દુ:ખોનું વાવાઝોડું લાવશે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન


પિતા માટે ભાગ્યશાળી હોય છે આ તારીખે જન્મેલી દીકરી, ચમકી જાય છે પિતાનું નસીબ


આ બે રાશિના લોકોની ક્યારેય નથી જામતી જોડી, પતિ-પત્ની બને તો થતા રહે છે ઝઘડા


ભાગ્ય ચમકાવતા ફેંગશુઈના ઉપાયો 


- ફેંગશુઈ અનુસાર જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને પૈસાની તંગી તમારી ખુશીઓ છીનવી રહી છે તો ઘરમાં વાંસનો છોડ લગાવો. એવું કહેવાય છે કે આ છોડ સંપત્તિ અને સમૃદ્ધિ આકર્ષે છે.


- ફેંગશુઈમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને ઘરમાં રાખવાથી સૌભાગ્ય વધે છે. ઘરના લિવિંગ રૂમમાં દક્ષિણ પૂર્વ દિશામાં ફેંગશુઈ દેડકા રાખવાથી વ્યક્તિને પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી.  


- જો તમે ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવી હોય તો લાફિંગ બુદ્ધની પ્રતિમા ઘરમાં રાખવી જોઈએ. તેને રાખવાથી ઝડપથી અસર થાય છે.
 
- જો તમે નોકરી-વ્યવસાયમાં પ્રગતિ મેળવવી હોય તો ઘરમાં સુંદર વિન્ડ ચાઈમ લગાવો. તે વ્યવસાયમાં પ્રગતિના નવા રસ્તાઓ ખોલે છે.  


-  જો તમે બિઝનેસમાં પ્રગતિ મેળવવા ઈચ્છો છો તો કાર્યસ્થળ પર લાફિંગ બુદ્ધાની એવી પ્રતિમા રાખો જેના બંને હાથ ઉપરની તરફ હોય. તેનાથી બિઝનેસમાં ફાયદો થાય છે.