શું તમે બુદ્ધિશાળી છો કે મંદ બુદ્ધિ  ? શું તમે શક્તિશાળી છો કે નિર્બળ? શું તમે બહાદુર છો કે ડરપોક ? તમે ધનવાન રહેશો  કે ગરીબ ? આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતનભાઇ પટેલે જણાવ્યું કે આ બધું જ તમારો અંગૂઠો કહી દેશે જાતે જાણી લો અંગૂઠો ચેક કરો . હસ્ત રેખા શાસ્ત્ર માં માનવી ના અંગૂઠાની લંબાઈ લચક વણાક તથા આકાર પરથી  છ પ્રકારના અંગૂઠા દર્શાવેલા છે.  હસ્તરેખા શાસ્ત્ર મુજબ અંગૂઠા નો પહેલો વેઢો ઈચ્છાશક્તિનો બીજો વેઢો તર્કશક્તિનો અને અંત વેઢો કામ શક્તિ બતાવે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 (૧) લાંબો અંગૂઠો


 (ર) ટૂંકો અંગૂઠો


 (૩) વળાંકવાળો અંગૂઠો


 (૪) સીધો અંગૂઠો


 (૫) ગદાકાર અંગૂઠો


 (૬) વારાકાર અંગૂઠો


વિસ્તારથી જાણો દરેક પ્રકારના અંગૂઠા વિશે....


દુશ્મન ગ્રહોની યુતિથી આ 4 રાશિવાળાના જીવનમાં ઉથલપાથલ સર્જાશે, 30 દિવસ સંભાળજો


લક્ષ્મીજીના એવા 8 પ્રભાવશાળી મંત્ર, દરરોજ જાપ કરવાથી થશે ધનવર્ષા


આવા ઘરમાં થાય છે લક્ષ્મીનો વાસ, રાખો આટલું ધ્યાન


શનિનો ચાંદીનો પાયો: આ 3 રાશિના જાતકોને શનિદેવ અપાર ધન-સંપત્તિના માલિક બનાવશે


 (૧) લાંબો અંગૂઠો : આવા જાતકો સ્વનિર્ભર નીડર શક્તિશાળી સાહસિક આગેવાની લેવાવાળા બુદ્ધિશાળી છા કરનાર હોય છે. તેમનામાં વ્યવહારીકતાનો અભાવ હોય છે. જેના કારણે કેટલીક વાર નિષ્ફળતાઓનો સામનો પણ કરવો પડે છે.



 (૨) ટૂંકો અંગૂઠો : આવા જાતકોમાં ઈચ્છાશક્તિનો અભાવ હોય છે. ઘણીવાર શક્તિ હોવા છતાં દશા સૂચનના અભાવને કારણેપોતાની  શક્તિનો ઉપયોગ કરી શકતા નથી. આવા જાતકો દરેક કામ એકલા સ્વતંત્ર કરી શકતા નથી. તેમને માતા પિતા વડીલ કે મિત્રની સહાયથી સફળ કાર્ય કરી શકે છે. આવા જાતકો આગેવાની લઈ શકતા નથી. એકલા સાહસ કરી શકતા નથી. સંયુક્ત કુટુંબમાં સફળ રહે છે.



 (૩) વણાંકવાળો અંગૂઠોઃ આકૃતિમાં બતાવ્યા મુજબ બહારની બાજુએ ઝુકેલા અંગુઠાને વણાંકવાળો અંગૂઠો કહેવાય આવા જાતકો ખૂબજ હોશિયાર બુદ્ધિશાળી સમય વર્તે સાવધાન થઈ જાય તેવી નીતિ વાળા હોય છે. દરેક પ્રસંગો અને તેના પરિણામોને સારી રીતે અંદાજી શકે છે. આવા લોકો બીજાની નકલ તથા અનુકરા સરળતાથી કરી શકેછે  કાલા અભિપ્રેત કલામાં રુચિ ધરાવનાર હોય છે ધણી વાર આર્ટીસ્ટ પણ હોય છે અને લોકોને મનોરંજન પણ પુરું પાડતા હોય છે આ પ્રકારે લચકદાર જીવન જીવે છે અનેતેમના આ ગુણોને કારણે દરેક પ્રકારના વ્યવસાયમાં સફળ નિવડે છે.



 (૪) સીધો અંગૂઠો :આવા જાતકો આચાર વિચાર વાણી અને વર્તનમાં પારદર્શક હોય છે. જે બોલે છે તે જ કરે છે. સ્વભાગે પ્રબળ ઈચ્છા શક્તિવાળા વ્યવહારિક મક્કમ મનોબળવાળા અને નિડર હોય છે. આ સિવાય તુરત સારા નરસાનો વિચાર કરી શકે તેવા ન્યાયી અને વિવેકી પણ હોય છે. કોઈના દોરવાયા દોરાતા નથી. પોતાના વિચારોમાં સ્પષ્ટ અને દરેક માનવીય સંબંધોમાં વિશ્વાસ પાત્ર હોય છે.



 (૫) ગદા આકારનો અંગૂઠો:  આકૃતિમાં બતાવ્યા મુજબ તે ટેરવા ઉપર ગદા જેવો ગોળાકાર ધરાવેછે અને બીજો અને ત્રીજો વેઢો સીધો ગદાના ડંડા જેવો હોય છે.  આવા જાતકો પ્રત્યાધાતી ઉશ્કેરાઈ જનાર વિવેક અને વિચાર શક્તિના અભાવવાળા વાતે વાતે મિજાજ ગુમાવનાર હોય છે. તેઓ આહાર ઉંઘ અને જાતીયતાના અતિચારી હોય છે. તેમનામાં ઈચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિના થોડા અભાવને કારણે ઘણીવાર જીવનમાં તકો ગુમાવે છે. આવા જાતકો અને ચિંતન મનન કરી ધીરજથી કાર્ય કરે તો જીવનમાં સફળતાઓ ઘણી મળે છે. 



(૬) કમરાકાર અંગૂઠો: આકૃતિમાં બતાવ્યા મુજબ તેનો પ્રથમ અને ત્રીજો વેઢો ભારે બીજો વેઢો કમરાકાર અંગૂઠો કહેવાય.આવાજાતકો યુક્તિ પ્રયુક્તિવાળા ચતુર સંગઠન કરી શકનાર રસિક સમય અને સ્થિતિ મુજબ વાત અને વર્તન કરનાર દરેક પ્રવૃત્તિમાં હળીમળીને કામ કરનાર હોય છે. મોટી ક્લબો સંસ્થાઓ મંડળો કે મેળાવડામાં પાયાનું કામ કરનાર હોય છે.  આવા જાતકો દરેક કાર્ય કે વાતમાં તુરત હા પાડવાની નીતિ વાળા હોય છે. જેના કારણે તે ઘડાવાર ઉતાવળે કલલકાર્યો કરી શકતા ની આમ છતાં જાહેર કર્યો કરી લોકચાહના મેળવી શકે છે.



(સાભાર- જ્યોતિષી ચેતન પટેલ)