Goddess Lakshmi: લક્ષ્મીજીના એવા 8 પ્રભાવશાળી મંત્ર, દરરોજ જાપ કરવાથી થશે ધનવર્ષા

ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હિંદુ શાસ્ત્રોમાં મંત્ર જાપ કરવાની રીતનું વર્ણન કરવામાં આવ્યું છે. માતાના વિવિધ મંત્રોના જાપ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને માતાની અખંડ કૃપાથી તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. 

Goddess Lakshmi: લક્ષ્મીજીના એવા 8 પ્રભાવશાળી મંત્ર, દરરોજ જાપ કરવાથી થશે ધનવર્ષા

DHARAM NEWS DESK: ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હિંદુ શાસ્ત્રોમાં મંત્ર જાપ કરવાની રીતનું વર્ણન કરવામાં આવ્યું છે. લક્ષ્મી માતાના વિવિધ મંત્રોના જાપ કરવાથી આર્થિક લાભ થાય છે અને માતાની અખંડ કૃપાથી તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. ત્યારે ચાલો જાણીએ આ  પ્રભાવશાળી મંત્રો વિશે-

1. ઓમ શ્રી હ્રી ક્લીમ શ્રી સિદ્ધ લક્ષ્મ્યૈ નમઃ
આ છે વૈભવ લક્ષ્મીનો મંત્ર, આ મંત્રનો 108 વાર જાપ કરવાથી વ્યક્તિને લાભ થાય છે.

2. ધનાય નમો નમઃ
દેવી માતાના આ મંત્રનો દરરોજ 11 વાર જાપ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

3. ઓમ લક્ષ્મી નમઃ:
જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. આ સાથે ઘરમાં ક્યારેય પણ ખાવા-પીવાની અને પૈસાની ઉણપ નથી આવતી. આ મંત્રનો જાપ કુશ આસન પર જ કરવો જોઈએ.

4. ઓમ હ્રીં હ્રીં શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ
કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આ મંત્રનો જાપ કરો. આમ કરવાથી બધા કામ સરળતાથી થઈ જાય છે.

5. લક્ષ્મી નારાયણ નમઃ
આ મંત્રનો જાપ કરવાથી દામ્પત્ય જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. પતિ-પત્નીના સંબંધો પણ સારા રહે છે.

6. પદ્મનને પદ્મ પદ્મક્ષ્મી પદ્મ સંભવે તન્મે ભજસિ પદ્મક્ષી યેન સૌખ્યમ્ લભામ્યહમ્
મા લક્ષ્મીના આ મંત્રનો 108 વાર જાપ કરો. આ જામ સ્ફટિકની માળા સાથે જ કરવો જોઈએ. જેનાથી ઘરમાં હંમેશા અન્ન અને ધન રહે છે. 

7. ઓમ શ્રી ક્લીં શ્રી સિદ્ધ લક્ષ્મ્યૈ નમઃ :
આ મંત્રનો જાપ કરવાથી સફળતા મળે છે. મા લક્ષ્મીની ચાંદી અથવા અષ્ટ ધાતુની મૂર્તિની પૂજા કરવી જોઈએ.

8 ઓમ ધનાય નમઃ
આ મંત્રનો જાપ કરવાથી ધન લાભ થાય છે. આ મંત્રનો જામ શુક્રવારના દિવસે કમલગટ્ટાની માળા સાથે જ કરવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news