ઝી બ્યૂરો, અમદાવાદઃ ક્રિકેટએ એક ઝુુનુનુ છે. ભારતમાં એ થી પણ વધારે ક્રિકેટ એ એક ધર્મ બની ગયો છે. સચિન તેંડુલકર દુનિયાભરમાં આ ક્રિકેટના ભગવાન તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. ત્યારે ઘણાં એવા ખેલાડીઓ છે જેમને દેશમાં તક નથી મળતી તો તેઓ બીજે એટલેકે, વિદેશમાં જઈને પણ પોતાના ટેલેન્ટને પ્રસ્થાપિત કરતા હોય છે. કંઈ આવું જ કર્યું છે નવસારી જિલ્લાના યશ અને એ સિવાય કેનેડામાં રહેતા બીજા ગુજ્જુ બોઈસે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  Rathyatra 2022: રથયાત્રામાં આગળ રહેશે સૌથી નાનો હાથી! સુંઢથી આર્શીવાદ આપતા ગજરાજ બલરામે જમાવ્યું આકર્ષણ

જે ક્રિકેટર્સને એવું લાગતું હોય તે તેમને સ્પર્ધાના કારણે ભારતમાં તક નહીં મળે તેઓ પહેલાંથી જ આનું પ્લાનિંગ કરીને વિદેશમાં ક્રિકેટની ટીમમાં સિલેક્ટ થવા માટે મહેનતમાં લાગી જતા હોય છે. હજુ ઘણાં દેશો એવા છે જ્યાં ક્રિકેટને એટલું મહત્ત્વ નથી આપવામાં આવતું. જોકે, ધીરે ધીરે હવે અમેરિકા જેવા દેશો પણ ક્રિકેટની ટીમ બનાવવા માટે મહેનત કરી રહ્યાં છે. એવામાં કેનેડામાં નવસારીના યશે ગુજરાતનો ડંકો વગાડ્યો છે. નવસારીનો જશ કેનેડાથી ભારત આવી પુના સ્થિત ક્રિકેટ ક્લબમાં તાલીમ લીધી હતી. જે બાદ 8 મહિના પહેલાં તેની કેનેડાની ટીમમાં સ્થાન મળ્યું હતું.

આ પણ ખાસ વાંચોઃ  પતંજલિથી અમૂલ બધાને કેમ રસ છે મધમાં? કિલો મધ માટે કેટલી માખીઓ લાગે છે કામે? મધપુડાથી તમારા ઘર સુધી કઈ રીતે પહોંચે છે મધ?


કેનેડાની અંડર 19 ટીમમાં ગુજરાતીઓનો ડંકો વાગ્યો છે. 15 પ્લેયરની સ્કોડમાં 10 પ્લેયર મૂળ ગુજરાતી છે. જેમાંથી 2 પ્લેયર નવસારીના છે. જશ શાહ અને સિદ્ધ લાડ બંને ખેલાડીઓ નવસારીના છે. ત્યારે, હવે કેનેડામાં રહીને પણ ગુજરાતીઓ ગુજરાતનું નામ રોશન કરશે. મૂળ નવસારીના અને કેનેડામાં 17 વર્ષથી સ્થાયી થયેલાજશ પટેલનું કેનેડા ક્રિકેટ ક્લબમાં અંડર 19 વર્લ્ડ કપ ટીમ માટે 8 મહિના પહેલા સિલેક્શન થયું હતું. ત્યારે હવે તેના સારા પ્રદર્શનના પગલે કેનેડા ક્રિકેટના પદાધિકારીઓએ જશને કેનેડા અંડર 19 ટીમની સુકાની આપી છે. 

આ પણ ખાસ વાંચોઃ  Alia Bhatt Pregnant: આલિયા પ્રેગનન્ટ થતા ઈન્ટરનેટ પર છવાઈ આ તસવીર, લાખો લોકોએ જોયો આ ફોટો

જશ શાહ કેનેડામાં બિઝનેસ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરી રહ્યો છે. સાથે સાથે તે ક્રિકેટ પણ રમે છે. જશના પિતા પણ ક્રિકેટ પ્રેમી છે. જેના કારણે જશનો પણ ક્રિકેટમાં રસ વધ્યો હતો. જશના ક્રિકેટમાં રસ વધતાં તેના પિતાએ તેને પુણે ખાતેની ક્રિકેટ ક્લબમાં એનરોલ કર્યો હતો. જ્યાં જશે સાત વર્ષ ક્રિકેટની ટ્રેનિંગ લીધી હતી. જે બાદ તે કેનેડા ગયો હતો. જશની ગેમ જોઈને તેને કેનેડા ક્રિકેટ ક્લબમાં એન્ટ્રી મળી હતી. અને હવે તેના સારા પર્ફોમન્સને જોઈને તેને અંડર 19 ટીમની આગેવાની કરવાની તક આપવામાં આવી છે.

આ પણ ખાસ વાંચોઃ  PM મોદીનું ભગવાન જગન્નાથ સાથે છે ખાસ કનેક્શન! જાણો મોદીએ ભગવાનના ઘરે કેમ લીધો હતો આસરો


આ પણ ખાસ વાંચોઃ  આ ગુજ્જુ છોકરા પાછળ ગાંડી છે લાખો છોકરીઓ, આ Style Iconની લોકો રણવીરસિંહ સાથે કરે છે તુલના

આ પણ ખાસ વાંચોઃ  નહીં ચાલે ખોટી ફાકા-ફોજદારી, અહીં રહેવા માટે જોઈએ કાળજામાં દમ! આ છે દુનિયાની સૌથી ભયાનક જગ્યાઓ

આ પણ ખાસ વાંચોઃ  Most Expensive Cities: ભારતનાં આ શહેરોમાં છે કમરતોડ મોંઘવારી, રહેવા-ખાવામાં જ પુરો થઈ જશે પગાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube