Most Expensive Cities: ભારતનાં આ શહેરોમાં છે કમરતોડ મોંઘવારી, રહેવા-ખાવામાં જ પુરો થઈ જશે પગાર

Most Expensive Cities: દેશ અને દુનિયામાં મોંઘવારી વધતી જઈ રહી છે. સાથે જ દેશમાં ઘણાં એવા શહેરો પણ છે જે વસવાટ કરવા માટે ઘણાં મોંઘા છે.

Most Expensive Cities: ભારતનાં આ શહેરોમાં છે કમરતોડ મોંઘવારી, રહેવા-ખાવામાં જ પુરો થઈ જશે પગાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. દેશ અને દુનિયામાં ઘણાં એવા શહેરો છે જ્યાં પ્રાથમિક વસ્તુઓ મેળવવા માટે પણ લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે દુનિયાના ઘણાં શહેરો એવા પણ છે જે રહેવા અને ખાવા માટે ઘણાં મોંઘા છે. આ શહેરોમાં ભારતના કટેલાક શહેરો પણ સામેલ છે.

આ શહેરો છે મોંઘા:
ભારતની વાત કરવામાં આવે તો દેશની આર્થિક રાજધાની મુંબઈ અન્ય શહેરોના લોકો માટે રહેવા-ખાવાની દ્રષ્ટીએ ઘણું મોંઘુ છે. આ સિવાય વસવાટ માટે દિલ્લી બીજા સ્થાન પર આવે છે. જોકે, આ બંને શહેરો વૈશ્વિક શહેરોની તુલનામાં ઘણાં સસ્તા છે. 'મર્સરના કૉસ્ટ ઑફ લિવિંગ સર્વેક્ષણ 2022' અનુસાર મુંબઈ 127મા નંબર સાથે દેશમાં રહેવા અને ખાવા મામલે સૌથી મોંઘો છે.

આ છે દુનિયાનું સૌથી મોંઘુ શહેર:
આ યાદીમાં દિલ્લી 155મા, ચેન્નાઈ, 177મા અને બેંગ્લોર 178મા સ્થાન પર છે. સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે પુણે 201મા અને કોલકત્તા 203 નંબર સાથે દેશમાં થોડું ઓછું ખર્ચાળ શહેર છે. વૈશ્વિક શહેરોની યાદીમાં આ તમામ ભારતીય શહેરો વસવાટ કરવા માટે પ્રવાસીઓ માટે ઘણાં ઓછા આવકવાળા સ્થાનો છે. જ્યારે, વૈશ્વિક સ્તર પર હોંકોંગમાં રહેનારાઓ માટે દુનિયાના અન્ય શહેરોની તુલનામાં વધુ ખર્ચ ભોગવવો પડશે.

કિંમતોની થઈ તુલના:
જિનેવાનું ક્યૂરિક, સ્વિત્ઝરલેન્ડનું બાસેલ અને બર્ન, ઈઝરાયલનું તેલ અવીવ, અમેરિકાનું ન્યૂયોર્ક, સિંગાપોર, જાપાનનું ટોક્યો અને ચીનનું બેઈજિંગ પણ સૌથી ખર્ચાળ શહેરોમાં સામેલ છે. મર્સર દ્વારા આ સર્વેક્ષણ આ વર્ષના માર્ચ મહિનામાં કરવામાં આવ્યું હતું. આ વર્ષના રેન્કિંગમાં 5 મહાદ્વિપોમાં ફેલાયેલા 227 શહેરોમાં આવાસ, પરિવહન, ભોજન, કપડા, ઘરગથ્થુ સામાન અને મનોરંજન સહિત 200થી વધુ વસ્તુઓની કિંમતોની તુલના કરવામાં આવી હતી.

પસંદગીનું શહેર:
સર્વે અનુસાર, બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે દેશમાં આર્થિક રાજધાની મુંબઈ પોતાના કારોબારને સ્થાપિત કરવા માટે સૌથી પહેલી પસંદ છે. આ ઉપરાંત હૈદરાબાદ રહેવા માટ તો સસ્તું છે પરંતુ અહીં વસવાટ કરવો પુણે અને કોલકત્તા કરતા વધારે મોંઘું છે. જ્યારે મુંબઈમાં ભાડાનું મકાન વધારે મોંઘું છે. ત્યાર બાદ દિલ્લી અને બેંગ્લોરનો નંબર આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news