નવી દિલ્હીઃ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી આઈપીએલની એક મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 16 રનથી હરાવ્યું હતું. આ સાથે દિલ્હીએ પ્લેઓફની ટિકિટ મેળવી લીધી છે. દિલ્હીએ 2012 બાદ પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીતરફ આરસીબીની આ હારની સાથે કોહલીની ટીમના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાઈ ગયો છે. ટી20 ફોર્મેટમાં કોહલીની ટીમની આ 100મી હાર છે. આ સાથે ટી20 ફોર્મેટમાં 100 મેચ હારનારી તે પ્રથમ ભારતીય ટીમ બની ગઈ છે. ટીમે આઈપીએલમાં અત્યાર સુધી 92 જ્યારે ચેમ્પિયન્સ લીગ ટી20માં 8 મેચમાં હારનો સામનો કર્યો છે. 


IPL 2019: પ્લેઓફ અને ફાઇનલના કાર્યક્રમમાં થયો ફેરફાર, હવે આ સમયે શરૂ થશે મેચ 

વિશ્વભરની વાત કરીએ તો ટી20 ફોર્મેટમાં આરસીબી 100 મચે હારવાના મામલામાં ત્રીજા નંબર પર છે. આ સિવાય ઈંગ્લિશ ડોમેસ્ટિક ટીમ મિડલસેક્સ (Middlesex)ને 112 મેચોમાં હાર મળી છે તો ડર્હીશાયર (Derbyshire)ને 101 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. 


રવિવારે રમાયેલા આ મુકાબલામાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન શ્રેયસ અય્યર (57), ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન (50) બાદ શેરફેન રદરફોર્ડની અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગની મદદથી બેંગલોરની સાથે 188 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જેના જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 171 રન બનાવી શક્યું હતું. 


જુઓ, શાનદાર જીત બાદ આંદ્રે રસેલે કઈ રીતે ઉજવ્યો પોતાનો જન્મદિવસ 

આ સિઝનમાં બંન્ને ટીમો વચ્ચે બીજી ટક્કર હતી. પ્રથમ મેચમાં દિલ્હીએ બેંગલોરને તેના ઘરમાં પરાજય આપ્યો હતો. ફિરોઝ શાહ ટોકલા પર આ બંન્ને ટીમો વચ્ચે કુલ 9મો મેચ હતો જેમાઁથી છમાં બેંગલોરને જીત મળી તો દિલ્હીને ત્રણ મેચમાં. 


બેંગલોરે સારી શરૂઆત કરી, પરંતુ મધ્યની ઓવરોમાં નિયમિત અંતરે મોટા ખેલાડીઓ આઉટ થવાથી મેચ ગુમાવવી પડી હતી. આ હારની સાથે બેંગલોરની પ્લેઓફની આશા પણ પૂરી થઈ ગઈ છે.