IPL 2019: પ્લેઓફ અને ફાઇનલના કાર્યક્રમમાં થયો ફેરફાર, હવે આ સમયે શરૂ થશે મેચ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આઈપીએલના પ્લેઓફ અને ફાઇનલ મેચ સહિત મહિલા ટી20 ચેલેન્જના મેચના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 
 

IPL 2019: પ્લેઓફ અને ફાઇનલના કાર્યક્રમમાં થયો ફેરફાર, હવે આ સમયે શરૂ થશે મેચ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ના પ્લેઓફ અને મહિલા ટી20 ચેલેન્જના મેચના સમયમાં ફેરફાર કર્યો છે. ફાઇનલ સહિત પ્લેઓફની તમામ મેચ સાઉથમાં રમાવાની હોવાને કારણે ત્યાં મોડી રાત્રે ઝાકળની સમસ્યા પણ રહે છે. જેથી બીસીસીઆઈએ મેચના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવે પ્લેઓફની તમામ મેચ તથા મહિલા ટી20 ચેલેન્જની તમામ મેચ રાત્રે 8 કલાકની જગ્યાએ સાંજે 7.30 કલાકે શરૂ થશે. ટોસ સાંજે 7 કલાકે કરવામાં આવશે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ બીસીસીઆઈએ સમયમાં ફેરફાર કરવા માટે વિચાર કર્યો હતો. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક સીનિયર અધિકારીએ કહ્યું હતું કે, દક્ષિણમાં મેચ હોવાથી ત્યાં ઝાકળ એક મહત્વનું કારણ છે. લીગના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટેસે પહેલા જ પ્લેઓફના મેચોની સમયસીમા વધારવાની વાત કરી હતી. 

અધિકારીએ કહ્યું, પ્લેઓફ મેચ દક્ષિણમાં યોજાશે, જ્યાં ઝાકળ એક મોટો મુદ્દો હોય છે. આ સાથે સ્ટારે પહેલા જ અમને સમય સીમા આગળ વધારવા વિશે લખ્યું હતું. તમે જોશો કે પ્લેઓફ બાદ પુરસ્કાર વિતરણ સમારોહ પણ લાંબો હોય છે. આ બધાને ધ્યાનમાં રાખીને તે નિર્ણય લેવામાં આવ્યો કે અમારે મેચોનો સમય આગળ વધારવો જોઈએ. 

પ્લેઓફનો કાર્યક્રમ 
તારીખ          મેચ              સ્થળ            સમય
7 મે             ક્વોલિફાયર-1    ચેન્નઈ           7.30 કલાકે
8 મે             એલિમિનેટર     વિશાખાપટ્ટનમ   7.30 કલાકે
10 મે            ક્વોલિફાયર-2    વિશાખાપટ્ટનમ  7.30 કલાકે
12 મે             ફાઇનલ           હૈદરાબાદ      7.30 કલાકે

Women's T20 challenge 2019 (Women IPL 2019 ) કાર્યક્રમ (તમામ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.)

6 મે સુપરનોવાજ વિરુદ્ધ ટ્રેલબ્લેજર્સ

8 મે ટ્રેલબ્લેજર્સ વિરુદ્ધ વેલોસિટી

9 મે વેલોસિટી વિરુદ્ધ સુપરનોવાજ 

11 મે ફાઇનલ      

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news