નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ને યૂએઇમાં શરૂ થવામાં હવે ફક્ત 22 દિવસનો સમય બાકી છે અને તે પહેલાં જ ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ (CSK)ના 12 સભ્ય કોરોના વાયરસ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. તેમાં ખેલાડી અને સપોર્ટ સ્ટાફ પણ સામેલ છે. સૂત્રોના અનુસાર ખેલાડી અને સપોર્ટ સ્ટાફના કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને ફરીથી કોરોન્ટાઇનમાં જવા માટે કહેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોએ કહ્યું કે 'કુલ 12 સભ્ય કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યા છે અને સમગ્ર ટીમને ફરીથી કોરોન્ટાઇનમાં જવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે ચેન્નઇમાં કેમ્પ દરમિયાન સંક્રમિત થયા હતા. જોકે ચેન્નઇ સુપર કિંગ્સના અધિકારી અને બીસીસીઆઇએ આ ઘટનાની પુષ્ટિ કરવાની મનાઇ કરી દીધી છે. 

કોરોના વેક્સીનના પરીણામો મળ્યા શાનદાર, જાણો ક્યાં સુધી મળી જશે રસી


કેસ સાથે જોડાયેલા એક અન્ય સૂત્રનું કહેવું છે કે ફાસ્ટ બોલર દીપક ચહર કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે ટીમના દુબઇ પહોંચ્યા બાદ જ સંક્રમણ ફેલાયું છે. આ કારણે જ ટીમને વધુ એક અઠવાડિયું કોરોન્ટાઇન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે CSK ની ટીમ 21 ઓગસ્ટના રોજ દુબઇ પહોંચી હતી. ટીમની પહેલી મેચ 19 સપ્ટેમ્બરના રોજ યોજાવવાની છે. 


ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ 21 ઓગસ્ટના રોજ દુબઇ પહોંચી હતી અને 6 દિવસના કોરોન્ટાઇન પીરિયડ પુરો કર્યા બાદ ટીમએ પોતાની ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી. આઇપીએલના 13મી સીઝનનું આયોજન 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. પરંતુ બીસીસીઆઇએ અત્યાર સુધી મેચોનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube