નવી દિલ્હીઃ 23 ડિસેમ્બર, 2004..... આ તે દિવસ છે, જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં મહત્વનું સ્થાન રાખે છે. તેનું સૌથી મોટી કારણ છે ભારતના મહાન ખેલાડી એમએસ ધોની. પૂર્વ ભારતીય કેપ્ટને આ દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી હતી. આજે તે દિવસને 15 વર્ષ થઈ ગયા છે અને બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ વનડે રમનાર ધોની તે મુકામ પર છે, જ્યાં પહોંચવું દરેક ખેલાડીનું સપનું હોય છે. આ તે ધોની છે, જેની આગેવાનીમાં ભારતીય ટીમે આઈસીસીની ત્રણ ટ્રોફી (ટી20 વિશ્વકપસ વનડે વિશ્વકપ, ચેમ્પિયન્સ ટ્રોફી) પોતાના નામે કરી હતી. આ તકે ટ્વીટર પર  #15yearsofdhonism ટ્રેન્ડ પણ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાદૂઈ કેપ્ટન રહેલ ધોનીના કરિયર પર નજર કરવામાં આવે તો આ હીરોએ ઝીરોથી શરૂઆત કરી હતી. જી, હાં પ્રથમ મેચમાં તે શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં મેચ હતી. કેપ્ટન સૌરવ ગાંગુલી ટોસ હારી ચુક્યો હતો અને બાંગ્લાદેશે ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત ખરાબ રહી અને ઓપનિંગ કરવા આવેલ ગાંગુલી (0) અને સચિન તેંડુલકર (19) ઝડપથી આઉટ થઈ ગયા હતા. 


દબાવમાં હતું ભારત
યુવરાજ સિંહ (21) પણ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ રાહુલ દ્રવિડ (53) અને મોહમ્મદ કેફ (80) વચ્ચે સારી ભાગીદારી થઈ હતી. દ્રવિડ આઉટ થયા બાદ શ્રીધરન શ્રીરામ (3) પણ આઉટ થઈ ગયો હતો. ભારતનો સ્કોર 180 પર 5 વિકેટ હતો. હવે ધોનીનો વારો હતો. ધોની તે સમયે મોટું નામ ન હતો, પરંતુ ઈન્ડિયા-એ માટે કેન્યા અને ઝિમ્માબ્વે વિરુદ્ધ શાનદાર ઈનિંગ રમી હતી, જેથી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક મળી હતી. તેવામાં તેની પાસે ખાસ કરવાની આશા હતી.


pak vs sl test: 13 વર્ષ બાદ ઘરમાં ટેસ્ટ જીત્યું પાકિસ્તાન, શ્રીલંકાને હરાવ્યું


આમ થયો રનઆઉટ
ધોની 41મી ઓવરમાં બેટિંગ કરવા ઉતર્યો હતો. તે રફીક દ્વારા ફેંકવામાં આવેલ ઓવરની 5મી બોલ પર એક રન લેવા માટે દોડ્યો હતો. બીજીતરફ કેફ ફીલ્ડરને બોલ પકડતો જોઈને અડધી પીચથી પરત ફર્યો હતો. આમ ધોની રનઆઉટ થયો હતો. આ મેચમાં ભારતે 11 રને વિજય મેળવ્યો હતો. ભારતે 8 વિકેટ પર 245 રન બનાવ્યા અને જવાબમાં બાંગ્લાદેશની ટીમ 8 વિકેટ પર 234 રન બનાવી શકી હતી. 


પોતાની 5મી વનડેમાં કરી કમાલ
શૂન્ય પર આઉટ થવું બેટ્સમેન માટે નિરાશાજનક હોય છે. જે ખેલાડી પર્દાપણ કરી રહ્યો હોય તે વધુ નિરાશ થાય છે. પરંતુ ધોનીનો જલવો ટૂંક સમયમાં વિશ્વનો જોવા મળ્યો હતો. વિશાખાપટ્ટનમના મેદાન પર 2004-2005મા પાકિસ્તાન વિરુદ્ધ ધોની પોતાના કરિયરની 5મી મેચ રમી રહ્યો હતો, તેને કેપ્ટન ગાંગુલીએ પ્રમોટ કરતા નંબર-3 પર બેટિંગ માટે મોકલ્યો હતો. આ મેચમાં ધોનીએ 15 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ ઈનિંગ બાદ ધોનીએ ક્રિકેટમાં પોતાનો નવો મુકામ બનાવી લીધો હતો. તેણે પાકિસ્તાન વિરુદ્ધ બે વખત 148 રનની ઈનિંગ રમી છે. વિશાખાપટ્ટનમ બાદ ધોનીએ 2005-2006મા ફૈસલાબાદ, પાકિસ્તાનમાં પણ 148 રન બનાવ્યા હતા. 


2019 T20 Records : સૌથી વધુ ફિફ્ટી બાબતે વિરાટ, કે.એલ. રાહુલ અને રોહિત ટોપ-10માં


આવું રહ્યું શાનદાર કરિયર
અત્યાર સુધી કરિયરની વાત કરીએ તો ધોનીએ 350 વનડે રમી છે અને 10 સદી તથા 73 અડધી સદીની મદદથી 10773 રન બનાવ્યા છે, જ્યારે 90 ટેસ્ટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. વનડે વિશ્વકપ-2019મા પોતાની અંતિમ વનડે રમનાર ધોની હાલ ક્રિકેટથી આરામમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....