રાંચીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના સમયમાં આઈપીએલ ફ્રેન્ચાઇઝી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની આગેવાની કરી રહેલા એમએસ ધોની મતદાન કરવા માટે રાંચી પહોંચ્યો હતો. લોકસભા ચૂંટણી માટે પાંચમી સિઝનમાં સાત રાજ્યોની 51 સીટો પર મતદાન થઈ રહ્યું છે. તેમાં ઝારખંડની રાંચી સીટ પણ સામેલ છે. ધોની પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન તેની પત્ની સાક્ષી, પુત્રી જીવા અને તેનો ખાસ મિત્ર જોવા મળ્યો હતો. મતદાન કર્યા બાદ ધોનીએ પોતાની પુત્રી જીવા સાથે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ધોનીની પુત્રીએ લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. 


મહત્વની વાત છે કે ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ 7 મેએ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ પ્રથમ ક્વોલિફાયર મેચ રમશે. મતદાન માટે રાંચી પહોંચેલ ધોની અહીંથી પરત ચેન્નઈ પરત ફરશે, જ્યાં તેણે મુંબઈ વિરુદ્ધ પ્રથમ ક્વોલિફાયર રમવાનો છે. ધોની પોતાના પરિવારની સાથે રાંચીના જવાહર મંદિર પોલિંગ બૂથ પર મતદાન કરવા માટે પહોંચ્યો હતો.