B`day Special: વિશ્વકપ 1983નો તે હીરો, જેને ક્યારેય તેની રમતનો શ્રેય ન મળ્યો
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીનો જન્મ 19 જુલાઈ 1955મા બેંગલુરૂમાં થયો હતો, જેમણે ભારત માટે 27 ટેસ્ટ અને 72 વનડે મેચ રમી છે.
નવી દિલ્હીઃ જ્યારે પણ ટીમ ઈન્ડિયાની 1983 વિશ્વકપની જીતની યાદ આવે છે તો સૌથી પહેલા કપિલ દેવ (Kapil Dev) યાદ કરવામાં આવે છે અને યાદ કરવામાં આવે છે કપિલ દ્વારા ફાઇનલમાં વિવિયન રિચર્ડસ (Vivian Richards) નો તે કેચ જેણે તે મેચનું પરિણામ બદલી નાખ્યું હતું. ત્યારબાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝને અવિશ્વસનીય રીતે હરાવીને વિશ્વકપ કબજે કર્યો હતો. પરંતુ તે વિશ્વકપ જીતમાં એકમાત્ર નાયક કપિલ દેવ નહતા, તેમના સિવાય વધુ એક ખેલાડી પણ આ જીતના અસલી હીરો હતા જેને ક્યારેય ક્રેડિટ મળી નથી. આ ખેલાડી કોઈ અન્ય નહીં, ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ટર રોજર બિન્ની (Roger Binny) હતા જે આજે પોતાના 65મો જન્મદિવસ મનાવી રહ્યાં છે.
19 જુલાઈ 1955માં બેંગલુરૂમાં જન્મેલા બિન્નીએ પોતાની બોલિંગથી 1983 વિશ્વકપમાં કમાલ કર્યો હતો. જ્યારે ટૂર્નામેન્ટ શરૂ થઈ તેની પહેલા ટીમે તમામ પ્રેક્ટિસ મેચ ગુમાવી હતી અને ટીમનું મનોબળ પણ પડી ભાંગ્યું હતું. તેવામાં બિન્નીની બોલિંગે ટીમના આત્મવિશ્વાસ માટે સંજીવની બૂટીનું કામ કર્યું હતું. અહીં તમને જણાવી દઈએ કે જો બિન્ની ન હોત તો વિશ્વકપ જીતવો તો દૂર ટીમ ફાઇનલમાં પણ ન પહોંચી હત કારણ કે બિન્ની જ હતા જેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સેમિફાઇનલ મેચમાં 8 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી હતી અને કાંગારૂ ટીમને ધરાશાયી કરી દીધી હતી. ભારતીય ટીમે તે મેચમાં ઓસ્ટ્રેલિયાને 60 ઓવરમાં 247 રન બનાવવાનો લક્ષ્ય આપ્યો હતો પરંતુ બિન્નીની શાનદાર બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયા 129 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube