1st T20I: વેલિંગનટ ટી20માં ભારતીય મહિલા ટીમનો 23 રને પરાજય
પ્રથમ ટી20માં જીત સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચોની ટી20 શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
વેલિંગનટઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 ટી20 મેચોની સિરીઝના પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે 23 રનથી વેલિંગટન ટી20 મેચ ગુમાવી છે. ભારત માટે મંધાનાએ સૌથી વધુ 58 રન બનાવ્યા હતા. જેમિમાહે 39 રનનું યોગદાન આપ્યું પરંતુ તેના આઉટ થયા બાદ ભારતીય ટીમનો ધબડકો થયો અને ટીમ 136 રનો પર આઉટ થઈ ગઈ હતી. એક સમયે ભારતનો સ્કોર 1 વિકેટ પર 102 રન હતો, પરંતુ તેણે અંતિમ 9 વિકેટ માત્ર 34 રન પર ગુમાવી દીધી હતી.
મહત્વનું છે કે, પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ડિવાઇનના અણનમ 62 અને સેદરવેટ 33 તથા માર્ટિનના 27 રનની મદદથી 4 વિકેટ પર 159 રન બનાવ્યા હતા. ભારત માટે દીપ્તિ, રેડ્ડી અને રાધા તથા પૂનમ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.
વિવાદિત નિવેદનઃ હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ અને કરણ જોહર વિરુદ્ધ કેસ દાખલ
નોંધનીય છે કે ભારતીય ટીમ આ મેચમાં વનડે સિરીઝમાં 2-1થી વિજય મેળવીને આવી હતી. આ મેચમાં વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજને જગ્યા આપવામાં ન આવી. માહિતી છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ઘરઆંગણેની ટી20 સિરીઝ બાદ નિવૃતી લઈ શકે છે.