વેલિંગ્ટનઃ રોસ ટેલરે બાંગ્લાદેશ વિરુદ્ધ વેલિંગ્ટન ટેસ્ટમાં 200 રનની ઈનિંગ રમીને સ્વર્ગસ્થ માર્ટિન ક્રોની સદીની સંખ્યાને પાર કરી, ત્યારબાદ તેણે પોતાના મેન્ટર માટે પ્રાર્થના કરી અને માફી માગી હતી. ટેલરની આ 18મી સદી છે, જેનાથી તેણે ક્રોના 17 સદીના આંકડાને પાછળ છોડી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેના કરિયરની આ ત્રીજી બેવડી સદી છે. આ બેટ્સમેને ક્રોની ભવિષ્યવાણી યોગ્ય સાબિત કરવાની પોતાની ઈચ્છા પૂરી કરી, જેમણે કહ્યું હતું કે, ટેલર એક દિવસ તેની સદીની સંખ્યાને પાછળ છોડી દેશે. 


કેન્સરને કારણે ક્રોના નિધનના લગભગ બે વર્ષ બાદ 2017માં પોતાની 17મી સદી ફટકારનાર ટેલરે કહ્યું, મેં હોગન (ક્રો)ને કહ્યું કે, મને માફ કરી દો મેં અહીં પહોંચવામાં આટલો સમય લીધો. 


તેણે કહ્યું, જ્યારે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું તો 17 એટલી મોટી સંખ્યા હતા. ત્યાં પહોંચવું સંભવતઃ રાહત પહોંચાડનાર હતું અને ત્યારબાદ આશા પ્રમાણે ન રમી શક્યો. લગભગ આ મારા મગજમાં ચાલી રહ્યું હતું. ટેલરે આ ઈનિંગ દરમિયાન બેસિન રિઝર્વમાં સર્વાધિક રન બનાવવાનો ક્રોના રેકોર્ડને પણ તોડી દીધો હતો. 


સ્પેનિશ લીગઃ સ્ટ્રાઇકર કરીમ બેન્ઝેમાના બે ગોલથી જીત્યું રિયલ મેડ્રિડ


મેચના પ્રથમ બે દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયા હતા. બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઈનિંગમાં 211 રન બનાવી શકી, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે રોસ ટેલર (200), હેનરી નિકોલ્સ (107) અને કેપ્ટન કેન વિલિયમસન (74)ની ઈનિંગની મદદથી છ વિકેટ પર 432 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. 


દિલ્હી જીતવા માટે 'ધોનીને બોલાવો', ફેન્સની અપીલ, આંકડાની દલીલ


બાંગ્લાદેશે દિવસની રમત પૂર્ણ થયા સુધી બીજી ઈનિંગમાં 3 વિકેટે 80 રન બનાવ્યા છે. ટીમ હજુ પણ પ્રથમ ઈનિંગના આધાર પર 141 રન પાછળ છે.