Hardik Pandya :  જુન મહિનામાં આઈસીસી ટી20 વિશ્વકપ 2024નું આયોજન થવાનું છે. આ મેગા ઈવેન્ટ માટે ભારતીય ટીમની વાત અત્યારથી થવા લાગી છે. તો હાર્દિક પંડ્યાને લઈને પણ ખુબ સવાલ ઉઠી રહ્યાં છે. ટીમમાં તેની જગ્યા બનવી જોઈએ કે નહીં તેની વાત ખુબ થઈ રહી છે. તો આવો તમને જણાવીએ તે 3 કારણો વિશે કેમ હાર્દિકને ભારતની ટી20 ટીમમાં જગ્યા ન મળવી જોઈએ. આ માટે કારણો પણ રજૂ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પંડ્યાનું ખરાબ ફિનિશિંગ
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની ફિનિશિંગ માટે જાણીતો છે. પરંતુ આઈપીએલ 2024માં તેનું બેટ અત્યાર સુધી ખામોશ રહ્યું છે. તે જે રીતે ફિનિશ કરી રહ્યો નથી જેના માટે તે જાણીતો હતો. તેની ફિનિશિંગ સ્કિલ્સ પર સવાલ ઉઠી રહ્યાં છે. આરસીબીની મેચ છોડી દો તો તેની સ્ટ્રાઇક રેટ પણ ખરાબ રહી છે. પંડ્યાએ આઈપીએલ 2024માં 5 મેચમાં 129 રન બનાવ્યા છે. પંડ્યા કરતાં બીજા બેટસમેનો આગ વરસાવી રહ્યાં છે. પંડ્યાની રનરેટ પણ ઘણી ઓછી છે. 


આ પણ વાંચોઃ Dipendra Singh Airee: 6 બોલમાં 6 સિક્સર... નેપાળના બેટ્સમેને મચાવ્યો આતંક


હાર્દિક પંડ્યાની ફિટનેસ
હાર્દિક પંડ્યાની ફિટનેસ તેના કરિયરમાં સૌથી મોટી મુશ્કેલી રહી છે. તે પોતાની બેકમાં ઇંજરી થયા બાદ ખુબ વધુ ઈજાગ્રસ્ત રહેવા લાગ્યો છે. પંડ્યાએ પોતાને ફિટ રાખવા માટે રેડ બોલ ક્રિકેટમાં રમવાનું છોડી દીધું છે. સાથે તે બોલિંગ પણ ખુબ ઓછી કરે છે. તે 2024માં વનડે વિશ્વકપમાં ગણતરીની મેચ રમી ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારબાદ તેણે આઈપીએલ 2024માં વાપસી કરી છે. આઈપીએલમાં પણ તે બોલિંગને ટાળી રહ્યો છે. 


શિવમ દુબે છે તેનું પરફેક્ટ રિપ્લેસમેન્ટ
હાર્દિક પંડ્યાની ઓલરાઉન્ડર સ્કિલ્સ ભારતીય ટીમને શાનદાર બેલેન્સ આપે છે. પરંતુ તે સતત ઈજાગ્રસ્ત રહે છે અને સંપૂર્ણ રીતે ફિટ ન હોય તો ભારતીય ટીમમાં તેની જગ્યા ઇનફોર્મ શિવમ દુબે લઈ શકે છે. આઈપીએલ 2024માં શિવમ દુબેએ અત્યાર સુધી 5 મેચમાં 160ની આક્રમક સ્ટ્રાઇક રેટથી 176 રન બનાવ્યા છે. તેના બેટથી આ સીઝનમાં એક અડધી સદી જોવા મળી છે.