ક્રિકેટ જગતમાં એક સમાચારે શોકનો માહોલ બનાવી દીધો છે. 35 વર્ષના એક ક્રિકેટરનું મેચ દરમિયાન અચાનક મોત થયું છે. આ ક્રિકેટરના મોતનું કારણ સાંભળીને સૌ કોઈ હેરાન છે. જોકે, બુધવારે રાત્રે એક મેચ દરમિયાન આ ઘટના બની છે. 35 વર્ષીય ક્રિકેટર ઈમરાન પટેલના મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

35 વર્ષના ક્રિકેટરે અચાનક મેચ દરમિયાન મૃત્યું
દેશમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે, જેના કારણે દરેક લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં હાર્ટ એટેકના કારણે અનેક યુવાનોના મોતના અહેવાલ મીડિયામાં આવતા જતા રહે છે. ત્યારે આવી જ એક ઘટના મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં ક્રિકેટ મેચ રમી રહેલા એક યુવકનું અચાનક હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.


પેવેલિયન પાછા ફરતા ઈમરાન પટેલ થયા બેભાન
ઈમરાન પટેલ નામના આ ક્રિકેટર ઓપનર તરીકે બેટિંગ કરવા આવ્યા હતા અને પિચ પર થોડોક સમય વિતાવ્યા બાદ તેમણે છાતી અને હાથમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ઈમરાન પટેલે મેદાન પર એમ્પાયરો સાથે આ વિશે વાત કરી અને તેમણે મેદાનની બહાર જવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, પેવેલિયન પાછા ફરતી વખતે ઈમરાન ખાન મેદાન પર જ બેભાન થઈ ગયા.


ડોક્ટરોએ મૃત જાહેર કર્યા
મેચના લાઈવ પ્રસારણ દરમિયાન આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. જેવા મેદાન પર ઈમરાન બેભાન થયા કે મેદાન પર રહેલા અન્ય ખેલાડ તેમની તરફ દોડ્યા. ત્યારબાદ ઈમરાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તપાસ દરમિયાન ઈમરાનને મૃત જાહેર કર્યો હતો.


મોતનું કારણ જાણીને સૌ કોઈ હેરાન
ઘણા લોકો માટે આ એક આશ્ચર્યની વાત છે કે ઈમરાન એકદમ સ્વસ્થ હતા. તે શારીરિક રૂપથી સ્વસ્થ હતા, તેમ છતાં ઈમરાનને હાર્ટ એટેક આવ્યો. એક ઓલરાઉન્ડર હોવાના કારણે ઈમરાન એવા ખેલાડી હતા કે સમગ્ર મેચ દરમિયાન સક્રિય રહેવું પડતું હતું. એટલા માટે તેમના મોતનું કારણ ઘણા લોકોને હેરાન કરી રહ્યું છે.


આઘાતમાં છે મિત્રો
મેચનો ભાગ રહેલા એક અન્ય ક્રિકેટર નસીર ખાને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, ઈમરાનની કોઈ ખરાબ મેડિકલ હિસ્ટ્રી નહોતી. તેમની શારીરિક સ્થિતિ પણ ખુબ સારી હતી. વાસ્તવમાં તે એક ઓલરાઉન્ડર ખેલાડી હતા, જેમણે રમત પ્રત્યે ખુબ લગાવ હતો. અમે બધા હજું પણ આઘાતમાં છીએ. 


ઈમરાન પટેલની પત્ની અને ત્રણ પુત્રીઓ
મૃતક ઈમરાન પટેલને પત્ની અને ત્રણ દીકરીઓ હતી, જેમાંથી સૌથી નાની માત્ર ચાર મહિનાની છે. ઈમરાન પટેલ જે એરિયામાં રહેતા હતા તે જાણીતા વ્યક્તિ હતા, જે એક ક્રિકેટ ટીમના માલિક હતા અને તેમનો રિયલ એસ્ટેટનો બિઝનેસ હતો. તેઓ એક જ્યૂસની દુકાન પણ ચલાવતા હતા. આ વર્ષે સપ્ટેમ્બરમાં હબીબ શેખ નામના એક અન્ય ક્રિકેટરનું પણ પુણેમાં મેચ રમતી વખતે આવી રીતે જ મોત થયું હતું. જોકે, હબીબને ડાયાબિટીસ હતો, જ્યારે ઈમરાન વિશે કહેવામાં આવે છે કે તેઓ એક સ્વસ્થ વ્યક્તિ હતા.