IPL 2023: માત્ર રિંકુ સિંહ જ નહીં, આ બેટ્સમેને IPLની એક ઓવરમાં ફટકારી ચૂક્યા છે 5 સિક્સર ; આ છે ખેલાડીઓનું લિસ્ટ
IPL 2023: IPL ઈતિહાસમાં બેટ્સમેનોએ ઘણી તાબડતોડ ઈનિંગ્સ રમી છે, પરંતુ IPL ઈતિહાસમાં માત્ર 4 બેટ્સમેનોએ એક ઓવરમાં 5 સિક્સર મારવાનું કારનામું કર્યું છે.
નવી દિલ્હીઃ Rinku Singh 5 Sixes: IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન રિંકુ સિંહે (Rinku Singh)એક ઓવરમાં 5 સિક્સ મારીને સમગ્ર ક્રિકેટ મેદાનમાં ખળભળાટ મચાવી દીધો છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચ જીતવા માટે કોલકત્તાને છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી. ત્યારબાદ રિંકુ સિંહે આ કારનામું કર્યું. IPLમાં આવું પહેલીવાર નથી બન્યું, રિંકુ સિંહ પહેલાં પણ IPLમાં 3 વિસ્ફોટક બેટ્સમેન આ કારનામું કરી ચુક્યા છે.
ક્રિસ ગેલ Vs પુણે વોરિયર્સ
IPLના ઈતિહાસમાં પહેલીવાર એક ઓવરમાં 5 સિક્સર મારવાનું પરાક્રમ યુનિવર્સલ બોસ તરીકે ઓળખાતા ક્રિસ ગેલના (Chris Gayle)નામે છે. ક્રિસ ગેલે (Chris Gayle)2012માં પૂણે વોરિયર્સ સામે રમાયેલી મેચમાં આ કારનામું કર્યું હતું. ગેઈલે પુણે વોરિયર્સના બોલર રાહુલ શર્મા સામે એક ઓવરમાં 5 સિક્સ ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગમાં કુલ 4 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. આ મેચમાં તેણે 48 બોલમાં 81 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પુણે વોરિયર્સ સામે છ વિકેટે જીત અપાવી હતી.
આ પણ વાંચો- Kaviya Maran Angry: હટ યાર.... જ્યારે મેચમાં કેમેરામેન પર ભડકી કાવ્યા મારન....Video
રાહુલ તેવટિયા Vs પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL 2020માં રમાયેલી આ મેચ IPLના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ મેચોમાંથી એક માનવામાં આવે છે. આ મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે 224 રનનો પર્વત જેવો ટાર્ગેટ રાખ્યો હતો. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 6 વિકેટ ગુમાવીને 226 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલની જીતનો હીરો રાહુલ તેવટિયા હતો, જેણે પંજાબ કિંગ્સ સામે ફાસ્ટ બોલર કોટ્રેલની એક ઓવરમાં 5 સિક્સર ફટકારીને મેચ રાજસ્થાન રોયલ્સના હાથમાં મૂકી દીધી હતી. શેલ્ડન કોટ્રેલની આ ઓવરે રાહુલને જીતનો હીરો બનાવ્યો હતો.
રવીન્દ્ર જાડેજા Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
IPL 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) પણ એક ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ માત્ર 28 બોલમાં 221.43ના સ્ટ્રાઈક રેટથી 62 રન બનાવ્યા હતા, જેમાં કુલ 4 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલ રવિન્દ્ર જાડેજાની સામે હતો. જાડેજાએ હર્ષલ સામે 5 છગ્ગા ફટકારીને ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 191 સુધી પહોંચાડ્યો અને એક ઓવરમાં 5 છગ્ગા મારનાર આઈપીએલ ઈતિહાસનો ત્રીજો ખેલાડી બન્યો.
આ પણ વાંચો- પોલાર્ડની વાઇફના બોલ્ડ અંદાજે વધાર્યો ઇન્ટરનેટનો પારો, હોટનેસ જોઇને દિવાના બન્યા ફેન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube