IPL ઈતિહાસઃ આઈપીએલમાં સૌથી વધુ `મેન ઓફ ધ મેચ`નો એવોર્ડ જીતનાર બેટ્સમેન
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હંમેશા વિદેશી ખેલાડીઓનો દબદબો રહ્યો છે. દર વર્ષે આ ખેલાડીઓ ટૂર્નામેન્ટની શાનમાં વધારો કરે છે. તો આઈપીએલના અનેક રેકોર્ડ પણ આ વિદેશી ખેલાડીઓના નામે નોંધાયેલા છે.
નવી દિલ્હીઃ આઈપીએલમાં રમતા દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે સારૂ પ્રદર્શન કરે. બેટ્સમેન હોય કે બોલર, બધા પોતાને આઈપીએલ દરમિયાન સાબિત કરવાનો પ્રયાસ કરે છે. આઈપીએલમાં દર્શકો બેટ્સમેનને રમતા જોવા વધુ પસંદ કરે છે. આજ કારણે આઈપીએલને બેટ્સમેનોની ટૂર્નામેન્ટ કહેવામાં આવે છે. બેટિંગ દરમિયાન ઘણા બેટ્સમેનોના ફ્લોપ પ્રદર્શનથી દર્શકો નિરાશ પણ થાય છે. મોટા ખેલાડી પાસે તેના ફેન્સને વધુ આશા હોય છે. આજ કારણ છે કે ક્યારેક ખરાદ પ્રદર્શન બાદ દર્શકો પોતાના પસંદગીના ખેલાડીની ટીકા કરે છે. તો મેચમાં સૌથી શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવે છે. આપણે અહીં આઈપીએલમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ખેલાડીઓની વાત કરીશું.
રોહિત શર્મા
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા સૌથી વધુ મેન ઓફ ધ મેચ જીતનાર ખેલાડીઓમાં ચોથા સ્થાને છે. અત્યાર સુધી 188 આઈપીએલ મુકાબલામાં રોહિત શર્માએ 17 મેન ઓફ ધ મેચના એવોર્ડ જીત્યા છે. મુંબઈની ટીમ રોહિતની આગેવાનીમાં ચાર વખત ચેમ્પિયન પણ બની છે.
ડેવિડ વોર્નર
આ લિસ્ટમાં ડેવિડ વોર્નર ત્રીજા સ્થાને છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન વોર્નર આઈપીએલમાં 126 મેચ રમ્યો છે અને 17 વખત મેન ઓફ ધ મેચ રહ્યો છે. દરેક આઈપીએલમાં ડેવિડ વોર્નરના બેટથી દર્શકોને ખાસ આશા હોય છે. દર્શક તેના ચોગ્ગા-છગ્ગા જોવાનું પસંદ કરે છે.
IPL 2020: આઈપીએલ માટે તૈયાર UAE, રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા અબુધાબી અને દુબઈના મેદાન
એબી ડિવિલિયર્સ
આઈપીએલના સૌથી શાનદાર બેટ્સમેનોમાંથી એક એબી ડિવિલિયર્સ 20 વખત મેન ઓફ ધ મેચ થયો છે. આઈપીએલમાં એબી ડિવિલિયર્સે 154 મેચ અત્યાર સુધી રમી છે. એબી ડિવિલિયર્સ તે ખેલાડી છે જેના ભારતમાં સૌથી વધુ ફેન્સ છે. કોઈપણ અન્ય વિદેશી ખેલાડીને ડિવિલિયર્સ કરતા વધુ પસંદ કરવામાં આવતો નથી. ફેન્સ તેની બેટિંગના દીવાના છે.
ક્રિસ ગેલ
યૂનિવર્સ બોસના નામથી જાણીતા ક્રિસ ગેલે આઈપીએલના દરેક રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સૌથી વધુ મેન ઓફ ધ મેચ એવોર્ડ પણ તેને મળ્યા છે. 21 મેન ઓફ ધ મેચ એવોર્ડની સાથે ક્રિસ ગેલ પ્રથમ સ્થાને છે. સિક્સ અને સૌથી ઝડપી સદીના મામલામાં પણ ગેલનું નામ સામેલ છે. તો આઈપીએલનો સર્વાધિક સ્કોર પણ ગેલના નામે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube