IPL 2020: ચાર વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સનો માર્ગ આ વખતે મુશ્કેલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત (UAE)માં થવા જઇ રહી છે. દરેક ક્રિકેટ ચાહકો આતુરતાથી આઈપીએલ શરૂ થવાની રાહ જોતા હોય છે. આ ઉપરાંત ઘણા દર્શકો આ ચર્ચાને ગરમ કરી રહ્યા છે કે આ વર્ષની આઇપીએલ સીઝન 13માં કઈ ટીમ પોતાનું જોર બતાવી શકશે અથવા યુએઈના મેદાન પર નબળી સાબિત થશે. જો આ યાદીમાં કોઈ આઈપીએલ ટીમનું નામ છે, જે ચેમ્પિયન તરીકે ઓળખાય છે, પરંતુ યુએઈમાં, તે ટીમ ક્યારેય તેના જૂના પ્રદર્શનને પુનરાવર્તિત નહીં કરે. તે ટીમ 4 વખત આઈપીએલ વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ છે. જો આપણે આંકડાઓને ધ્યાનમાં લઈએ તો યુએઈમાં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું છે. યુએઈમાં મુંબઈ ઈન્ડિયન્સની એક પણ જીત નથી.
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત (UAE)માં થવા જઇ રહી છે. દરેક ક્રિકેટ ચાહકો આતુરતાથી આઈપીએલ શરૂ થવાની રાહ જોતા હોય છે. આ ઉપરાંત ઘણા દર્શકો આ ચર્ચાને ગરમ કરી રહ્યા છે કે આ વર્ષની આઇપીએલ સીઝન 13માં કઈ ટીમ પોતાનું જોર બતાવી શકશે અથવા યુએઈના મેદાન પર નબળી સાબિત થશે. જો આ યાદીમાં કોઈ આઈપીએલ ટીમનું નામ છે, જે ચેમ્પિયન તરીકે ઓળખાય છે, પરંતુ યુએઈમાં, તે ટીમ ક્યારેય તેના જૂના પ્રદર્શનને પુનરાવર્તિત નહીં કરે. તે ટીમ 4 વખત આઈપીએલ વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ છે. જો આપણે આંકડાઓને ધ્યાનમાં લઈએ તો યુએઈમાં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું છે. યુએઈમાં મુંબઈ ઈન્ડિયન્સની એક પણ જીત નથી.
આ પણ વાંચો:- T20 વર્લ્ડ કપ: 2021માં મેજબાની કરશે ભારત, 2022ની ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં
વર્ષ 2014માં દેશમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, બીસીસીઆઈએ આઈપીએલ સિઝન 7ની લગભગ અડધા ભાગની મેચ યુએઈમાં કરવાનું નક્કી કર્યું હતું. તે અંતર્ગત ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્માની ટીમ મુંબઇ ઇન્ડિયન્સને યુએઈના મેદાન પર 5 મેચ રમવાની હતી અને હકીકત એ હતી કે મુંબઈ ઈન્ડિયન્સ (MI) આ પાંચ મેચમાંથી એક પણ મેચ જીતી શક્યું નથી. આ આધારે, યુએઈમાં મુંબઈ ઈન્ડિયન્સના જીતનું ખાતું હજી શૂન્ય પર છે. જો કે, ત્યારબાદથી મુંબઈ ઈન્ડિયન્સ 3 વખત આઈપીએલ ટ્રોફી જીતી ચૂક્યું છે. આવી સ્થિતિમાં, રોહિતની પલટન શ્રેષ્ઠ પ્રયાસ કરશે કે તે પોતાનો જુનો ઇતિહાસ ભૂલી જાય અને નવો રેકોર્ડ બનાવશે.
આ પણ વાંચો:- ભારે વિરોધની આગળ ઝૂકી BCCI, આ વર્ષે IPL ટાઇટલ સ્પોન્સર નહી હોય VIVO કંપની
બીજી બાજુ, જો તમે આઈપીએલના ઇતિહાસની વાત કરો, તો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) આ લીગની સૌથી સફળ ટીમો છે. આ રેસમાં મુંબઈ ઈન્ડિયન્સ સીએસકેથી એક ડગલું આગળ છે. આ જ કારણ છે કે મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોની પણ માંગ છે કે તેમની ટીમે 5મી વખત આઈપીએલનું બિરુદ પોતનાના નામે કરે અને વિજેતા બનવાનું ઉદાહરણ રજૂ કરે. તમને જણાવી દઈએ કે મુંબઇ ઇન્ડિયન્સે વર્ષ 2013, 2015, 2017 અને 2019માં આઈપીએલ સ્પર્ધા જીતી લીધી છે. આથી ચાહકોની ફેવરિટ લિસ્ટમાં મુંબઈ ઈન્ડિયન્સનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube