બેંગલુરૂઃ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ચુકેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ આઈપીએલના બાકી બે મેચોમાં જ્યારી બીજી ટીમોનું ગણિત ખરાબ કરવાનો પ્રયત્ન કરશે. તેમાં તેનું પ્રથમ નિશાન રાજસ્થાન રોયલ્સ હશે, જેની સામે તે આજે (30 એપ્રિલ)એ ટકરાશે. યજમાન બેંગલોર પ્રતિષ્ઠા ખાતર આ મેચ રમશે. આ મેચ રાત્રે 8 કલાકે શરૂ થશે. રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે થયેલા પરાજય બાદ તેની પ્લેઓફમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ રાજસ્થાનની ટીમ આ મેચમાં મોટી જીત મેળવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની અસ્પષ્ટ આશા જાળવી રાખવા પ્રયત્ન કરશે. હાલમાં 12 મેચોમાં તેના 10 પોઈન્ટ છે અને બાકી બંન્ને મેચ જીતવા પર તે જો-તોના સમીકરણથી પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે, પરંતુ એક હારથી આઈપીએલ-2019માં તેની સફર સમાપ્ત થઈ જશે. 


રાજસ્થાને જીવ સિવાય ચેન્નઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની જીતની આશા કરવી પડશે. આવી સ્થિતિમાં રાજસ્થાનને જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સની ખોટ પડશે. જોસ બટલર સ્વદેશ પરત ફરવાથી તેની બેટિંગ નબળી પડી ગઈ છે. રહાણેના સ્થાને સ્મિથ કેપ્ટન બન્યા બાદ મુંબઈ, કોલકત્તા અને હૈદરાબાદ સામે વિજયથી રાજસ્થાનની આશા જાગી છે. 


આ મેચ બાદ સ્મિથ વિશ્વ કપની ટીમમાં સામેલ થવા માટે ઓસ્ટ્રેલિયા પરત ફરશે. જતા પહેલા સ્મિથ જીતની સાથે આ સિઝનનું સમાપન કરવા ઈચ્છશે. કેકેઆર વિરુદ્ધ મેચમાં રિયાન પરાગના શાનદાર પ્રદર્શનથી ટીમને જીત મળી હતી, પરંતુ ટીમ તકનો લાભ ઉઠાવવામાં અસફળ રહી છે. રાજસ્થાનની પાસે શ્રેયસ ગોપાલના રૂપમાં સારો લેગ સ્પિનર છે, જેણે ગત મેચમાં વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ અને શિમરોન હેટમેયરને પોતાની ગુગલીની જાળમાં ફસાવી હતી.