SRHvsKXIP: આજે હૈદરાબાદ અને પંજાબ વચ્ચે જંગ, આ પાંચ ખેલાડીઓ પર રહેશે નજર
કિંગ્સ ઇલેવનની ટીમ સતત ત્રણ મેચ હારી ચુકી છે. ટીમનું પ્રદર્શન એટલું ખરાબ તો નથી રહ્યું પરંતુ પોઈન્ટ ટેબલમાં તસવીર અલગ જોવા મળે છે. તે ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020મા આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવનની ટીમો વચ્ચે મુકાબલો થશે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે રોમાંચક મેચ ગુમાવી છે અને તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. તો હૈદરાબાદે અત્યાર સુધી પાંચ મેચ રમી જેમાં ત્રણમાં જીત અને બે મેચમાં પરાજય થયો છે. આજની મેચમાં આ પાંચ ખેલાડીઓ પર નજર રહેશે.
કેએલ રાહુલ
કેએલ રાહુલે કિંગ્સ ઇલેવન પંજાબ માટે 5 મેચોમાં 302 રન બનાવ્યા છે. તે આ સીઝનમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. રાહુલે અત્યાર સુધી બે અડધી સદી અને એક સદી ફટકારી છે. તેણે મયંક અગ્રવાલની સાથે મળીને પંજાબ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. આ બંન્ને બેટ્સમેનોએ પંજાબ માટે 63 ટકા રન બનાવ્યા છે. રાહુલ એકવાર ફરી કિંગ્સ ઇલેવનને ટોપ ગેરમાં શરૂઆત અપાવવા ઈચ્છશે. સતત ત્રણ મેચ હાર્યા બાદ પંજાબની ટીમને જે બ્રેકની જરૂર હતી. તે તેને મળી ગયો છે.
મયંક અગ્રવાલ
મયંક આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને છે. બંન્ને મિત્રોએ મળીને પાંચ મેચોમાં 572 રન બનાવ્યા છે. અગ્રવાલે પણ એક સદી અને એક અડધી સદી ફટકારી છે. તે સારા ફોર્મમાં દેખાઈ રહ્યો છે અને તેની આક્રમક સ્ટાઇલ શરૂઆતમાં હૈદરાબાદ પર દબાવ બનાવી શકે છે.
ડેવિડ વોર્નર
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મુકાબલામાં આ સીઝનની અડધી સદી ફટકારી. પરંતુ તે પોતાની ટીમને જીત ન અપાવી શક્યો. વોર્નરનનો પ્રયાસ રહેશે કે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ તે પોતાનું ફોર્મ જાળવી રાખે. વોર્નર જો બેયરસ્ટો સાથે મળીને પોતાની ટીમને મજબૂત શરૂઆત આપે તો હૈદરાબાદ માટે ફાયદાકારક રહેશે.
KXIPvsSRH: આજે હૈદરાબાદ અને પંજાબ આમને-સામને, શું ક્રિસ ગેલને મળશે તક
પ્રિયમ ગર્ગ
અન્ડર-19ના આ ખેલાડીએ ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ દમદાર બેટિંગ કરી. તેણે મુશ્કેલ સ્થિતિમાં ટીમને સંભાળી અને એકવાર સેટ થયા બાદ આક્રમક વલણ અપનાવ્યું. તેની અડધી સદીની મદદથી હૈદરાબાદની ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી અને અંતે જીત મળી. સનરાઇઝર્સના મિડલ ઓર્ડરમાં અનુભવી અને આક્રમક બેટિંગની કમી જોવા મળે છે અને તેવામાં ગર્ગની પાસે ખુદને આ બંન્ને જગ્યા પર સ્થાપિત કરવાની એક તક હશે.
રાશિદ ખાન
રાશિદ ખાન ભલે વિકેટ લેનાર બોલરોની યાદીમાં ટોપ પર ન હોય પરંતુ તેની બોલિંગ પર રન બનાવવા બેટ્સમેનો માટે ખુબ મુશ્કેલ રહ્યાં છે. દિલ્હી, ચેન્નઈ અને મુંબઈ- ત્રણેય ટીમો વિરુદ્ધ તેનો ઇકોનોમી રેટ 6થી નીચે રહ્યો છે. તો કોલકત્તા વિરુદ્ધ તેણે 6.25 રન પ્રતિ ઓવરના હિસાબે બોલિંગ કરી હતી. પાંચ મેચોમાં તેના નામે 5 વિકેટ છે અને ઇકોનોમી રેટ 5.20નો છે. તેનો ફાયદો તે થાય છે કે બેટિંગ કરનારી ટીમ પર દબાવ વધી જાય છે અને આ પ્રયાસમાં તે વિકેટ ગુમાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube