Sikandar Raza: T20 ક્રિકેટ મનોરંજનથી ભરપૂર છે. મેચમાં જ્યારે છેલ્લા બોલ પર પરિણામ નક્કી થાય છે, ત્યારે તમે સમજી શકો છો કે તે સમયે બંને ટીમના ખેલાડીઓના સ્ટેડિયમમાં હાજર દર્શકોની શું હાલત હશે. આવો જ રોમાંચ શનિવારે રાત્રે ILT20 મેચમાં જોવા મળ્યો હતો. આ મેચમાં દુબઈ કેપિટલ્સ અને ડેઝર્ટ વાઈપર્સની ટીમો આમને-સામને હતી. મેચમાં ઉત્સાહની તમામ હદો વટાવી દેવામાં આવી હતી. દુબઈને જીતવા માટે છેલ્લા બોલ પર 6 રનની જરૂર હતી. એક બેટ્સમેને એકલા હાથે મેચ બદલી નાખી અને ટીમને રોમાંચક જીત અપાવીને પ્લેઓફની રેસમાં જાળવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

India Post Jobs 2024: ઓછું ભણેલા લોકોનું સરકારી જોબનું સપનું થશે સાકાર, 63 હજાર પગાર
BIG NEWS: દેશના 6 કરોડ નોકરિયાતો માટે મોટા સમાચાર, EPFO એ નક્કી કર્યા વ્યાજ દર


દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ડેઝર્ટ વાઈપર્સે દુબઈ કેપિટલ્સને 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દુબઈ કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેણે 32ના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. મેચમાં ઉત્સાહ ત્યારે આવ્યો જ્યારે કેપિટલ્સને જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. કેપિટલ્સ તરફથી સિકંદર રઝા સાથે સ્કોટ કુગલેઇજન ક્રિઝ પર હતા. 


લાયા..લાયા નવું લાયા...એકવાર રોકાણ કરો, 3 વાર ટેક્સમાં મેળવો છૂટ, કમાલની છે આ સ્કીમ
માતા-પિતાની સેવા કરવા માટે 72 લાખના પગારને લાત મારી, એપ્પલ છોડીને કરી રહ્યો છે ખેતી


ફાસ્ટ બોલર માઈકલ નેસેર વાઈપર્સ માટે છેલ્લી ઓવર લઈને આવ્યો હતો. કુગેલેઇને નેસરના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બીજો બોલ ડોટ હતો. ત્રીજા બોલ પર, કુગેલિને સિંગલ લીધો અને રઝાને સ્ટ્રાઇક આપી. રઝાએ ચોથા બોલ પર 2 રન લીધા હતા. હવે દુબઈને 2 બોલમાં 6 રનની જરૂર હતી. નેસેરની ઓવરના પાંચમા બોલ પર કોઈ રન થયો ન હતો. રઝાએ છેલ્લા બોલ પર નેસરને સિક્સર ફટકારીને ટીમને રોમાંચક જીત અપાવી હતી.


આ લોટની વાસી રોટલી ખાવાથી થાય છે 10 ગણો ફાયદો, 100 વર્ષ સુધી હાડકાંને રાખશે મજબૂત
દૂધ, માખણ અને પનીર કરતાં પણ વધુ તાકાતવર છે આ શાકભાજી, લોખંડ જેવા મજબૂત થશે હાડકાં


PM Modi Caste: ગુજરાતમાં કેટલા છે મોઢ-ઘાંચી, અને ક્યાં-ક્યાં હોય છે આ જાતિ?
સસ્તામાં સોનું ખરીદવું હોય તો તૈયાર રાખજો રૂપિયા, આ તારીખથી શરૂ થશે સરકારની સ્કીમ
 


રઝા અને બિલિંગ્સે અડધી સદી ફટકારી હતી
મેચની વાત કરીએ તો ડેઝર્ટ વાઇપર્સે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. ઓપનર એલેક્સ હેલ્સે 37 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી. દિલ્હી કેપિટલ્સ માટે સિકંદર રઝાએ 45 બોલમાં અણનમ 60 રન બનાવ્યા જ્યારે કેપ્ટન અને વિકેટકીપર સેમ બિલિંગ્સે 36 બોલમાં 57 રન બનાવ્યા. સિકંદર રઝાને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.


લગ્ન કરશો તો મળશે 10 લાખ રૂપિયા, આ યોજના વિશે નહી જાણતા હોવ તમે
શરીરને હાડપિંજર બનાવી દેશે 5 પોષકતત્વોની ઉણપ, આ રીતે ઓળખો લક્ષણો