અમદાવાદ: મોટેરામાં બનેલા મોટેરામાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે ગુજરાત ક્રિકેટ સંઘ (જીસીએસ)ન નિર્ણય પર ભલે કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા હોય, પરંતુ આ પહેલીવાર થયું નથી. પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂના નામે દેશમાં 9 તો ઇન્દિરા ગાંધીના નામે ત્રણ સ્ટેડિયમોના નામ છે. મોદી જ્યારે જીસીએના અધ્યક્ષ હતા તો તેમણે 25 વર્ષ જૂના મોટેરા સ્ટેડિયમને તોડીને આ નવા સ્ટેડિયમની પરિકલ્પના કરી હતી. ત્યારબાદ જીસીએના નવા અધ્યક્ષ અમિત શાહે તે પરિકલ્પનાને મૂર્તરૂપ આપ્યું અને બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ આ સ્ટેડિયમને દેશને સમર્પિત કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવ સ્ટેડિયમ જવાહરલાલ નહેરૂના નામે
જવાહર લાલ નહેરૂના નામે નવ સ્ટેડિયમ છે, જેમાંથી આઠમા6 (નવી દિલ્હી, કોચ્ચિ, ચેન્નઇ, ઇન્દોર, ગુવાહાટી, મડગાવ, પૂણે અને ગાજિયાબાદ) ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન થઇ ચૂક્યું છે. ઇન્દિરા ગાંધીના નામે ગુવાહાટી, નવી દિલ્હી, વિજયવાડા, તો રાજીવ ગાંધીના નામે હૈદ્રાબાદ, દહેરાદૂન, કોચ્ચિ અને વિશાખાપટ્ટનમમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ છે. 

Ind vs Eng: આ 3 બોલરોથી બચીને રહે વિરાટ સેના નહી હારી જશે Day-Night Test


પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇના નામે હિમાચલ પ્રદેશના નાદૌન તથા તેમના પૂર્વ સંસદીય ક્ષેત્ર લખનઉમાં ક્રિકેટ સ્ટેડિયમ છે. પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના નામે વલસાડ સ્ટેડિયમ છે, જ્યારે અમદાવાદમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્સ તેમના નામે રાખવામાં આવ્યું છે. દિલ્હીના કોટલા સ્ટેડિયમને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના નામે કરી દેવામાં આવ્યું છે. 1987માં નહેરૂ કપની મેજબાની કરનાર કોઝીકોડ ઇએમએસના નામે કોમ્યૂનિસ્ટ નેતા અને કેરલના પહેલા મુખ્યમંત્રી ઇએમએસ નંબૂદિરિપાદના નામે કરવામાં આવ્યું છે. 


પ્રશાસકોના નામે પણ છે સ્ટેડિયમ
ચેન્નઇના એમએ ચિદંબરમ, મોહાલીના આઇએસ બિંદ્રા, મુંબઇના વાનખેડે અને બેગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પૂર્વ ક્રિકેટ પ્રશાસકોના નામ છે. ગુવાહાટીમાં જાણિતા ગાયક ભૂપેન હઝારિકાના નામે ક્રિકેટ સ્ટેડિયમ છે, જ્યારે દિલ્હીમાં કર્ણાટક મ્યૂઝિકના સંગીતકાર ત્યાગરાજાના નામે ત્યાગરાજ બહુઉદ્દેશીય સ્ટેડિયમ છે. 

Motera Stadium Records: 2011માં કાંગારુંને ધૂળ ચટાવી મોટેરા સ્ટેડિયમમાં સર્જાયો હતો રેકોર્ડ


અંગ્રેજોના નામે પણ છે સ્ટેડિયમ
મુંબઇના બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ મુંબઇના ગર્વનર રહેલા લોર્ડ બ્રેબોર્નના નામે છે, જ્યારે કલકત્તાના ઇડન ગાર્ડનનું નામ ભારતના પૂર્વ ગર્વનર લોર્ડ ઓકલેંડની બહેનો એમિલી અને ફેની ઇડનના નામે છે. ટાટા સ્ટીલના પૂર્વ જનરલ મેનેજર જોન લોરેન્સ કીનનના નામે જમશેદપુરમાં કીનન સ્ટેડિયમ છે. 


ક્રિકેટરોના નામે સ્ટેન્ડ તો છે પરંતુ સ્ટેડિયમ નથી
ભારતે ભારત રત્ન સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ જેવા ધુરંધર ક્રિક્રેટર આપ્યા, પરંતુ દેશમાં કોઇ ક્રિકેટરના નામે કોઇ સ્ટેડિયમ નથી. જોકે દિલ્હી, મુંબઇ સહિત ઘણા સ્ટેડિયમોમાં ક્રિકેટરોના સ્ટેન્ડ અને ગેટ છે. હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદના નામે નવી દિલ્હી અને લખનઉમાં, કેડી સિંહ બાબૂના નામે લખનઉમાં અને કેપ્ટન રૂપ સિંહના નામે ગ્વાલિયરમાં સ્ટેડિયમ છે. સિક્કિમમાં ફૂટબોલર બાઇચુંગ ભૂટિયાના નામે સ્ટેડિયમ છે. 

IND VS ENG: ઇશાંત શર્માનું દર્દ 'ધોનીએ કહ્યું હતું લંબૂ તે મને અંતિમ ટેસ્ટમાં વચ્ચે છોડી દીધો'


મરાઠા રાજવંશના નામે પણ છે સ્ટેડિયમ
ઇન્દોર સ્થિત સ્ટેડિયમને હોલકર રાજવંશની મહારાણી ઉષારાજે ટ્રસ્ટ ક્રિકેટ ગ્ર્રાઉન્ડના નામે જાણિતું હતું. પહેલાં ત્યાં હોલકર ક્રિકેટ ટીમ પણ યોજાતી હતી. 2010માં મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘએ તેનું નામ હોલકર સ્ટેડિયમ કરી દીધું. એજ પ્રમાણે જયપુરના પૂર્વ શાસક સવાઇ માન સિંહના નામે ત્યાં ક્રિકેટ સ્ટેડિયમ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube