Motera Stadium Records: 2011માં કાંગારુંને ધૂળ ચટાવી મોટેરા સ્ટેડિયમમાં સર્જાયો હતો રેકોર્ડ

આ વર્લ્ડકપ ભારતમાં રમાતો હતો એટલે અપેક્ષાઓ પણ ઘણી હતી. ત્યારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર ભારત ઓસ્ટ્રેલિયા સામે ક્વાટર ફાઇનલ મેચ યોજાઈ હતી તમામ દેશની નજર આ મેચ પર હતી. 

Motera Stadium Records: 2011માં કાંગારુંને ધૂળ ચટાવી મોટેરા સ્ટેડિયમમાં સર્જાયો હતો રેકોર્ડ

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં પિંક બોલ ટેસ્ટમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો છે. ઈંગ્લેન્ડ (England) ની ટીમ માત્ર 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતીય બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડના તમામ બેટ્સમેન ભારતીય સ્પિનરો સામે રમવામાં નિષ્ફળ રહ્યાં હતા. તો પોતાના ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા અક્ષર પટેલ (Axar patel) એ દમદાર પ્રદર્શન કરતા છ વિકેટ ઝડપી છે. 

અમદાવાદ તે ક્રિકેટનું સ્થળ છે જે ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલી ઘણી સિદ્ધિઓનું સાક્ષી રહ્યું છે. સુનીલ ગાવસ્કરે અહીં પર 10,000 ટેસ્ટ રન પૂરા કર્યા. કપિલ દેવે અહીં 83 રન આપીને નવ વિકેટ ઝડપી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રતદર્શન કર્યુ અને બાદમાં રિચર્ડ હેડલીની સર્વાધિક ટેસ્ટ વિકેટનો તત્કાલીન રેકોર્ડ પણ આ મેદાન પર તોડ્યો હતો. 

2011 વર્લ્ડકપ (World Cup) ચાલતો હતો છેલ્લા ત્રણ વર્લ્ડકપ (World Cup) ઓસ્ટ્રેલિયા (Australia) જીતી ચૂક્યું હતું ત્યારે ઓસ્ટ્રલિયા (Australia) નો જીતનો સિલસિલો રોકવો ખુબ જરૂરી હતો. અને આ વર્લ્ડકપ ભારતમાં રમાતો હતો એટલે અપેક્ષાઓ પણ ઘણી હતી. ત્યારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર ભારત ઓસ્ટ્રેલિયા (Australia) વિરૂદ્ધ ક્વાટર ફાઇનલ મેચ યોજાઈ હતી તમામ દેશની નજર આ મેચ પર હતી. 

કારણ કે સતત ત્રણ વખત વર્લ્ડ કપ (World Cup) જીતનાર ઓસ્ટ્રેલિયા(Australia)  વિરૂદ્ધ આપણો મુકાબલો હતો. ત્યારે આ મેચમાં ઓલરાઉન્ડ દેખાવ કરનાર યુવરાજ સિંહે 57 રન કરી અને 2 વિકેટો પણ ઝડપી હતી. 

ઓસ્ટ્રેલિયા (Australia) એ ફર્સ્ટ ઇનિંગ્સમાં કેપ્ટન રિકી પોન્ટિંગની સદી ની મદદથી ભારતને 261 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઇન્ડિયાએ 47.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. સાથે જ ઓસ્ટ્રલિયાના વિજય રથને રોકી અને કાંગારુંઓને ઘર ભેગા પણ કર્યા.

ટીમો નીચે મુજબ છે:
ભારત
: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુબમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), આર અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.

ઇંગ્લેન્ડ: જો રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, જોની બેઅર્સો, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જેક ક્રwલી, બેન ફોક્સ, ડેન લોરેન્સ, જેક લીચ, ઓલી પોપ, ડોમ સિબ્લી, બેન સ્ટોક્સ, ઓલી સ્ટોન, ક્રિસ વોક્સ, માર્ક વુડ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news