IPL 2022 માં મોટું કારનામું; CSKના આ ખેલાડીએ ટાટા ગ્રુપની કરેલી જાહેરાતને સાકાર કરી, જુઓ VIDEO
Moeen Ali IPL 2022: મોઈન અલીના બેટથી ગઈકાલની મેચમાં ચારેબાજુ કહેર વરસી રહ્યો હતો, તેમ છતાં ટીમને જીત અપાવી શક્યો નહોતો. તેણે રાજસ્થાન વિરુદ્ધ રમાયેલી મેચમાં આઈપીએલ 2022ની આ બીજી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી.
Moeen Ali IPL 2022: આઈપીએલ રસિયાઓનો રોમાંચ હવે આખરી તબક્કામાં પહોંચી ગયો છે. આઈપીએલ 2022માં ચોગ્ગા-છગ્ગાના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. આ સીઝનમાં ફેન્સને ઘણા બધા ચોગ્ગા-છગ્ગા જોવા મળ્યા છે. આઈપીએલ 2022નો સૌથી લાંબો છગ્ગો લિયામ લિવિંગસ્ટોનના નામે છે, જેની ચારેબાજુ ચર્ચાઓ થઈ હતી. સીઝનની 68મી મેચ રાજસ્થાન અને ચેન્નાઈ સુપર કિંગની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈના ઓનરાઉન્ડર મોઈન અલીએ ઘણા બધા ચોગ્ગા- છગ્ગા ફટકાર્યા, જેમાંથી 1 ચોગ્ગો સૌથી વધુ ચર્ચામાં છે, કારણ કે આ ચોગ્ગાની કિંમત 5 લાખ રૂપિયા છે.
મોઈન અલીના 1 ચોગ્ગાની કિંમત 5 લાખ
મોઈન અલીના બેટથી ગઈકાલની મેચમાં ચારેબાજુ કહેર વરસી રહ્યો હતો, તેમ છતાં ટીમને જીત અપાવી શક્યો નહોતો. તેણે રાજસ્થાન વિરુદ્ધ રમાયેલી મેચમાં આઈપીએલ 2022ની આ બીજી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી. મોઈન અલીએ 57 બોલમાં 93 રનની ઈનિંગ રમી. આ મેચમાં તેમના બેટથી 13 ચોગ્ગા અને 3 છગ્ગા જોવા મળ્યા હતા. આ 13 ચોગ્ગામાંથી 1 ચોગ્ગાની કિંમત 5 લાખ રૂપિયા હતી. આખરે અમે તમને જણાવીએ કે એક ચોગ્ગાની કિંમત 5 લાખ રૂપિયા કેમ હતી. સીઝન 15ની શરૂઆત પહેલા ટાટા ગ્રુપે જણાવ્યું હતું કે, જો આઈપીએલની આ સીઝનમાં કોઈ બેટરનો શોર્ટ ટાટા પંચ બોર્ડ પર લાગે છે, તો કાજીરંગા નેશનલ પાર્કને 5 લાખ રૂપિયા ડોનેટ કરવામાં આવશે.
મોઈન અલીએ ચેન્નાઈ સુપર કિંગની ઈનિંગની 7મી ઓવરમાં ચહલના બોલ પર કવર એરિયાના ઉપરથી હવાઈ શોટ ફટકાર્યો હતો, જે બાઉન્ડ્રી બહાર જઈને ટાટા પંચના બોર્ડમાં લાગ્યો હતો. મોઈન અલીના આ ચોગ્ગા બાદ કાજીરંગા નેશનલ પાર્કને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. ટાટા ગ્રુપ આઈપીએલની સીઝન 15નું મુખ્ય સ્પોન્સર છે. ટાટા ગ્રુપે સીઝન પહેલા જ જાહેરાત કરી હતી અને અત્યાર સુધી ઘણા શોર્ટ ટાટા પંચ બોર્ડ પર લાગી ચૂક્યા છે.
આ ખેલાડીઓએ પણ કર્યું છે કારનામું
મોઈન અલી પહેલા રોહિત શર્મા, રાજસ્થાન રોયલ્સના બેટર દેવદત્ત પડિક્કલ અને રાજસ્થાન રોયલ્સના બેટર શિમરોન હેટમાયરે પણ ટાટા પંચ બોર્ડ પર શોર્ટ ફટકાર્યો છે, પરંતુ ખાસ વાત એ છે કે આ બધા ખેલાડીઓએ છગ્ગો ફટકારીને આ કારનામું કર્યું છે અને મોઈન અલી એ ચોગ્ગો ફટકારીને આ કારનામું કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube