India Pakistan Match: ઝી બ્યુરો/અમદાવાદ: ભારત પાકિસ્તાનના મેચના દિવસે નરેન્દ્ર સ્ટેડિયમ ઉડાવી દેવાની ઈ-મેલ મારફતે ધમકી આપનારની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હવે ફરી ભારત પાકિસ્તાનની મેચને લઈને વિવાદ શરૂ થયો છે. આ વખતે વિરોધ કે ધમકી કોઈ અજાણ્યા શખસે નહીં, પરંતુ આમ આદમી પાર્ટીએ આપી છે. ભારત-પાકિસ્તાનની મેચનો આમ આદમી પાર્ટીએ ખુલ્લેઆમ વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે મેચ રોકવામાં નહિ આવે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ આમ આદમી પાર્ટી ખોદી નાખશે. ગુજરાત વિધાનસભામાં આપના દંડક ઉમેશ મકવાણાએ મેચને લઈ સરકાર પર પ્રહાર કર્યા છે. 14મીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમનાર મેચનો અમારો વિરોધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 વર્ષ બાદ પાકિસ્તાનની ટીમનું અમદાવાદમાં આગમન, આ હોટલમાં રોકાયા, શનિવારે મહામુકાબલો


આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત વિધાનસભામાં આપના દંડક ઉમેશ મકવાણાએ ભારત પાકિસ્તાનની મેચને લઈને ખુલ્લી ચિમકી આપી છે. તેમણે જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત પાક મેચ મામલે અમારો વિરોધ છે. રાષ્ટ્રવાદના નામે ડબલ એન્જિન સરકાર ખોટી વાત કરી રહી છે. ભારત પર વારંવાર આતંકી હુમલો થઈ રહ્યો છે. પુલવામાં હૂમલો પણ ભૂલી શકાય તેમ નથી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી અમે વિરોધ નોંધાવીએ છીએ. અમારી માંગણી છે તાત્કાલિક ભારત પાકિસ્તાનની મેચ રોકવામાં આવે. 


પવનના સુસવાટા અને કરા સાથે ગુજરાતમાં ફરી મેઘો ધમરોળશે, ખેલૈયાની તો લાગી જશે વાટ!


તેમણે ઉમેર્યું હતું કે, અમારી તૈયારી છે કે જો ભારત પાકિસ્તાનની મેચ રદ્દ નહીં થાય તો અમે પીચ ખોદી નાંખીશું. એક હાથમાં બેટ અને એક હાથમાં હથિયાર સાથે મેચ ન થાય. શહીદ જવાનોનું લોહી રેડાયું છે ત્યારે પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવું જોઈએ. ભારત પાક મેચ તાત્કાલિક અસરથી રદ્દ થવી જોઈએ. પાકિસ્તાન માત્ર બંધુકની નીતિ જાણે છે, જ્યાંથી આવતા આતંકી રોજ આપણા જવાનો પર ગોળી ચલાવી છે તેની સાથે મેચ ન હોવી જોઈએ. પાકિસ્તાન સિવાય તમામ દેશ સાથે ક્રિકેટ રમે તેનો વિરોધ નથી.


ગુજરાતમાં રહેલા પાક. ક્રિકેટરે ખુલ્લેઆમ કર્યું હમાસનું સમર્થન, ભારતનો કર્યો ઉપયોગ


નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો!
વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો છે. માત્ર મજા લેવા મૂળ MP ના વીડિયો બ્લોગરે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ વીડિયો બ્લોગર હાલ રાજકોટમાં રહે છે. રાજકોટમાં રહેતા કરણ મોવીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. 


સુપર ડુપર ફેલ ગયો ટાયર કિલર સ્પીડ બ્રેકર પ્રોજેક્ટ, ફરી AMCના પ્લાનિંગનો ફિયાસ્કો


ઉલ્લેખનીય છે કે, આવનારા દિવસમાં અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે, ત્યારે અલગ અલગ ધમકીઓ મળી હતી. જે પૈકીની એક ધમકી ઈમેલ મારફતે પણ મળી હતી. જે ઈમેલમાં નરેદ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી ભર્યો ઈમેલ મળતાની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી હતી. ત્યારે બુધવારની વહેલી સવારે ધમકી ભરેલ ઈમેલ કરનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કારણ મોવી નામના શખ્સની રાજકોટથી ધરપકડ કરી છે. પ્રાથમિક વિગતો સામે આવી છે કે માટે ટીખળ માટે કરણ મોવીએ ધમકી ભરેલ ઈમેલ કર્યો હતો.


નવરાત્રિના પ્રથમ દિવસનો આ સમય અતિ અશુભ, જાણો કયા મુહૂર્તમાં કરવી ગરબાની સ્થાપના