નવી દિલ્હીઃ ભારતને સિંગલ સ્પર્ધામાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવનાર પૂર્વ ભારતીય શૂટર અભિનદ બિંદ્રાએ કહ્યું કે હાલમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન બનેલી સ્ટાર શટલર પીવી સિંધુ આગામી વર્ષે ટોક્યોમાં યોજાનારા ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતી શકે છે. સિંધુએ રવિવારે સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં રમાયેલી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને સતત ગેમોમાં 21-7, 21-7થી હરાવીને ઈતિહાસ રચી દીધો હતો. 


સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ ખેલાડી છે. બિંદ્રાએ ટ્વીટ કર્યું, 'વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવો મોટી સિદ્ધિ છે. ભારત માટે શાનદાર દિવસ. હું આશાવાદ છું કે તેમાં સિંધુને વિશ્વાસ મળ્યો હશે કે તે ટોક્યોમાં પણ ગોલ્ડ મેડલ જીતી શકે છે. હું તેને અને તેની પૂરી ટીમને શુભકામનાઓ આપુ છું.'


વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુ બોલી, મારા પર સવાલ ઉઠાવનારને આ મારો જવાબ છે