વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુ બોલી, મારા પર સવાલ ઉઠાવનારને આ મારો જવાબ છે

વિશ્વ બેડમિન્ટન મહાસંઘની સત્તાવાર વેબસાઇટે સિંધુના હવાલાથી લખ્યું, 'આ મારો તે લોકોને જવાબ છે જે વારે-વારે સવાલ પૂછે છે. હું માત્ર મારા રેકેટથી જવાબ આપવા ઈચ્છતી હતી અને આ જીતની સાથે હું આમ કરવામાં સફળ રહી છું.
 

વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુ બોલી, મારા પર સવાલ ઉઠાવનારને આ મારો જવાબ છે

બાસેલ, સ્વિટ્ઝર્લેન્ડઃ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ વિનર પીવી સિંધુએ પોતાની જીતને આલોચકોનો જવાબ ગણાવ્યો છે. સિંધુએ જીત બાદ કહ્યું કે, તે છેલ્લી બે વિશ્વ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ટાઇટલ ન જીતવાને કારણે ટીકાકારોથી તે 'નારાજ અને દુખી હતી.' તેણે કહ્યું કે, મેં મારા રેકેટથી તમામ આલોચકોને જવાબ આપ્યો છે. 

આલોચકોને જીત છે મારો જવાબઃ સિંધુ
બે વખતની સિલ્વર મેડલ વિજેતા સિંધુએ રવિવારે પ્રથમવાર વિશ્વ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું. જાપાનની નોઝોમી ઓકુહારા વિરુદ્ધ ટાઇટલ જીત બાદ વિશ્વ બેડમિન્ટન મહાસંઘની સત્તાવાર વેબસાઇટે સિંધુના હવાલાથી લખ્યું, 'આ મારો તે લોકોને જવાબ છે જે વારે-વારે સવાલ પૂછે છે. હું માત્ર મારા રેકેટથી જવાબ આપવા ઈચ્છતી હતી અને આ જીતની સાથે હું આમ કરવામાં સફળ રહી છું.' તેણે કહ્યું, 'પહેલા વિશ્વ ચેમ્પિયનશિપ ફાઇનલ બાદ મને ખરાબ લાગી રહ્યું હતું અને પાછલા વર્ષથી હું નારાજ, દુખી હતી. હું ભાવનાઓથી પસાર થઈ રહી હતી અને જાતને પૂછી રહી હતી 'સિંધુ તું આ એક મેચ કેમ જીતી શકતી નથી?' પરંતુ આજે હું મારી સ્વાભાવિક રમત રમી અને ચિંતા ન કરવાનું કહ્યું અને તે કામ કરી ગયું. 

જાપાનની ઓકુહારાને હરાવી જીત્યું ટાઇટલ
હૈદરાબાદની 24 વર્ષની સિંધુએ એકતરફી ફાઇનલમાં જાપાનની ઓકુહારાને 21-7, 21-7થી હરાવીને ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. સિંધુએ આ ચેમ્પિયનશિપની ત્રીજી ફાઇનલ રમતા વિજેતા બનવાનું ગૌરવ હાસિલ કર્યું હતું. આ પહેલા 2017મા તેણે ઓકુહારા અને 2018મા કેરોલિના મારિન વિરુદ્ધ હારીને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. આ વિશ્વ ચેમ્પિયનશિપમાં સિંધુનો પાંચમો મેડલ છે. આ પહેલા 2013, 2014માં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિંધુ વિશ્વ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સમાં સર્વાધિક મેડલ જીતવાના મામલામાં ચીનની ઝેંગ નિંગની સાથે ટોપ પર છે. નિંગે 2001થી 2007 વચ્ચે એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 

બધા ઈચ્છતા હતા આ વખતે જીત મેળવુ
સિંધુએ કહ્યું, 'બધા લોકો ઈચ્છતા હતા કે હું જીત મેળવું. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ બાદ મારી પાસે વધુ આશા હતી. જ્યારે હું કોઈપણ ટૂર્નામેન્ટમાં જતી તો લોકો મારી પાસે ગોલ્ડ મેડલ જીતવાની આશા રાખતા હતા.' તેણે કહ્યું, 'એક વર્ષ બાદ મેં પણ વિચાર્યું કે હું શું કરી શકું છું અને અન્ય વિશે વિચારવાની જગ્યાએ મેં વિચાર્યું કે, મારે માત્ર મારા વિશે રમવું જોઈએ અને મારા 100 ટકા આપવા જોઈએ અને હું સ્વતઃ જીતી જઈશ કારણ કે અન્ય વિશે વિચારવાથી મારા પર વધુ દબાવ બનતો હતો.'

હવે ઓલિમ્પિક છે મારૂ નિશાનઃ સિંધુ
વિશ્વ ચેમ્પિયનશિપ બાદ ટોક્યો ઓલિમ્પિક 2020 વિશે સિંધુએ કહ્યું, 'લોકો પહેલા પૂછવા લાગ્યા છે કે સિંધુ ટોક્યો 2020મા ગોલ્ડ મેડલને લઈને શું વિચાર છે?' તેણે આગળ કહ્યું, 'ઓલિમ્પિક વધુ દૂર નથી, પરંતુ આ સમયમાં હું ડગલે-ડગલે આગળ વધવા ઈચ્છું છું. મને ખ્યાલ છે કે ઓલિમ્પિક ક્વોલીફિકેશન ચાલી રહ્યું છે પરંતુ આશા કરુ છું કે હું સારૂ પ્રદર્શન કરીશ પરંતુ હાલમાં માત્ર તેનો આનંદ ઉઠાવું છે અને કોઈ અન્ય વસ્તુ વિશે વિચારતી નથી.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news