નવી દિલ્હીઃ Ban vs Afg: બાંગ્લાદેશમાં રમાઇ રહેલી ટ્રાઈ સિરીઝમાં રાશિદ ખાનની આગેવાનીમાં અફઘાનિસ્તાનની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. અફઘાનિસ્તાને આ સિરીઝની એક લીગ મેચમાં બાંગ્લાદેશને 25 રને પરાજય આપ્યો છે. અફઘાનિસ્તાન તરફથી ઓલરાઉન્ડર મોહમ્મદ નબી અને બોલર મુઝીબ ઉર રહમાને શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને વિજય અપાવ્યો હતો. આ સિરીઝમાં અફઘાન ટીમનો સતત બીજો વિજય છે અને તે 8 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નબીએ ફટકાર્યા અણનમ 84 રન
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ પર 164 રન બનાવ્યા હતા. નબીએ 54 બોલ પર ત્રણ ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 84 રન જ્યારે અસગર અફગાને 37 બોલ પર 40 રનનું યોગદાન આપ્યું હતું. ટીમના અન્ય બેટ્સમેનો મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યાં હતા. તો પ્રથમ ઈનિંગમાં બાંગ્લાદેશ તરફથી મોહમ્મદ સૈફુદ્દીને ચાર જ્યારે શાકિબ અલ હસને બે વિકેટ ઝડપી હતી. 

દુબઈ જૂનિયર ઈન્ટરનેશનલ સિરીઝમાં મહેસાણાની તસનીમ મીરે જીત્યા બે ગોલ્ડ મેડલ


બાંગ્લાદેશના બેટિંગ ઓર્ડરનો ધબડકો 
બાંગ્લાદેશની સામે જીત માટે 165 રનનો લક્ષ્ય હતો, પરંતુ તેની ટીમ 19.5 ઓવરમાં 139 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને 25 રને મેચ ગુમાવી હતી. બાંગ્લાદેશ તરફથી સૌથી મોટી ઈનિંગ મહમૂદુલ્લાહે રમી હતી. તેણે 39 બોલ પર 44 રન બનાવ્યા હતા. તો શબ્બીર રહમાને 27 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન શાકિબ અલ હસન માત્ર 15 રન બનાવી આઉટ થયો હતો. તો અફઘાનિસ્તાન તરફથી મુઝીબ ઉર રહમાને ચાર, જ્યારે ફરીદ મલિક, રાશિદ ખાન અને ગુલબદીન નાઇબને બે-બે સફળતા મળી હતી.