નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન ગુલબદીન નાઇબને તે વાતની નિરાશા છે કે તેની ટીમના હાથે વિશ્વ કપ મુકાબલામાં ભારતને હરાવવાની શાનદાર તક ગુમાવી દીધી. શનિવારે ધ રોઝ બાઉલ મેદાન પર રમાયેલી મેચમાં અફઘાનિસ્તાન ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બોલિંગ કરતા ભારતને 8 વિકેટ પર 224 રન પર રોકી દીધું હતું અને પછી 213 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતને 11 રને જીત મળી જ્યારે અફઘાન ટીમે ટૂર્નામેન્ટમાં સતત છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નઇબે મેચ બાદ કહ્યું, અમને તે વાતની નિરાશા છે કે અમે આ પ્રકારની ટીમને હરાવવાની તક ગુમાવી દીધી. વિશ્વકપમાં કોઈ પણ ટીમ માટે આ મોટી સિદ્ધિ હોત પરંતુ તે પણ સત્ય છે કે મોટી ટીમ તમને વધુ તક આપતી નથી. અમારી પાસે આજે ભારતને હરાવવાની તક હતી, જે અમે ઝડપી ન શક્યા. 

અમ્પાયર સામે દલીલ કરવી કોહલીને પડી ભારે, આઈસીસીએ ફટકાર્યો દંડ

નાઇબે પોતાની ટીમના ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ નબીની પણ પ્રશંસા કરી હતી. નબીએ ન માત્ર બે વિકેટ ઝડપી પરંતુ 52 રનની ઈનિંગ રમતા ટીમને જીતની નજીક પહોંચાડી હતી. તે અંતિમ ઓવરમાં આઉટ થયો હતો. આ ઓવરમાં શમીએ ત્રણ વિકેટ લીધી અને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. નાઇબે કહ્યું, નબી આજે પોતાના ક્લાસ મુજબ રમ્યો. તેણે દેખાડ્યું કે તે કેમ અફઘાનિસ્તાનના સૌથી સારા ખેલાડીઓમાંથી એક છે.