કાબુલઃ અફગાનિસ્તાન ક્રિકેટ બોર્ડે વિશ્વ કપના બે મહિના પહેલા ટીમના કેપ્ટન અસગર અફગાનને કેપ્ટન પદે હટાવી દીધો છે. તેના વિરોધમાં ટીમના ઘણા ખેલાડીઓએ અવાજ ઉઠાવ્યો છે. ટીમના ઓલરાઉન્ડર મોહમ્મદ નબી અને સ્પિનર રાશિદ ખાને તો દેશના રાષ્ટ્રપતિ અશરફ ગનીને આ મમલામાં હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વકપ પહેલા વનડેની આગેવાની નાઇબને
એક દિવસ પહેલા બોર્ડે અસગરને ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટન પદે હટાવવાનો નિર્ણય કર્યો છે. જ્યાં વનડેના કેપ્ટન માટે ગુલબદીન નાઇબનું નામ નક્કી કરવામાં આવ્યું તો, ટેસ્ટ માટે રહમત શાહ અને ટી20 માટે રાશિદ ખાનને સુકાન સોંપવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ રાશિદે ખુદ ટ્વીટ કરી અસગરને સુકાની પદેથી હટાવવાનો વિરોધ કર્યો છે. 


આઈપીએલમાં રમી રહેલા રાશિદ અને નબીએ બોર્ડના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. રાશિદે પોતાના ટ્વીટમાં અફગાન રાષ્ટ્રપતિ ગનીને ટેગ કરીને લખ્યું, હું પસંદગી સમિતિના નિર્ણયથી સંપૂર્ણ રીતે અસહમત છું, કારણ કે આ સંપૂર્ણ રીતે બિનજવાબદાર અને પક્ષપાત ભર્યું છે. વિશ્વ કપ હવે અમારી સામે છે, તેવામાં અસગર અફગાન જ અમારો કેપ્ટન રહેવો જોઈએ. તેની આગેવાની ટીમની સફળતા માટે ખુબ જરૂરી છે. તેવામાં મોટી તક પહેલા સુકાન બદલવાથી અનિશ્ચિતતાનો માહોલ બનશે અને ટીમના આત્મવિશ્વાસ પર અસર પડશે. 


શાહરૂખે શેર કર્યો રસેલના બાહુબલી લુકવાળો ફોટો, આંદ્રે બોલ્યો- મારા માટે કોઈ મેદાન મોટું નથી


ટ્રેનિંગ માટે આફ્રિકા રવાના થયા ખેલાડી
આ વચ્ચે અફગાનિસ્તાનના 23 ખેલાડીઓ વિશ્વ કપ પહેલા ટ્રેનિંગ કેમ્પ માટે દક્ષિણ આફ્રિકા રવાના થઈ ગયા છે. આ દળ વિશ્વ કપ માટે 15 ખેલાડીઓ પસંદ કરાયા પહેલા આફ્રિકામાં 6 પ્રેક્ટિસ મેચ રમશે.