શાહરૂખે શેર કર્યો રસેલના બાહુબલી લુકવાળો ફોટો, આંદ્રે બોલ્યો- મારા માટે કોઈ મેદાન મોટું નથી

શાહરૂખ ખાને આંદ્રે રસેલના ફોટો સાથે ટ્વીટ પણ કર્યું છે. શાહરૂખે ટ્વીટ કરીને ક્રિસ લિન, નીતીશ રાણા અને અન્ય ખેલાડીઓની પ્રશંસા કરી છે. 

શાહરૂખે શેર કર્યો રસેલના બાહુબલી લુકવાળો ફોટો, આંદ્રે બોલ્યો- મારા માટે કોઈ મેદાન મોટું નથી

નવી દિલ્હીઃ આંદ્રે રસેલ પોતાની તોફાની ઈનિંગથી બેંગલોર પાસેથી જીત છીનવી લીધી હતી. રસેલે 13 બોલમાં 48 રન ફટકાર્યા હતા. રસેલે પોતાની આ ઈનિંગમાં 7 છગ્ગા ફટકાર્યા હતા. રસેલની આ ઈનિંગથી તમામ બોલરો હેરાન અને પરેશાન છે અને તે વિચારવા મજબૂર થઈ ગયા કે અંતે તેની સામે કઈ રણનીતિની સાથે બોલિંગ કરવામાં આવે. કેકેઆરને ત્રણ મેચ જીતાડવામાં રસેલે મહત્વનું યોગદાન આપ્યું છે. આઈપીએલ 12માં રસેલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને શુક્રવારે તેણે એક મહત્વનું નિવેદન આપ્યું હતું. 

કેકેઆરની જીત બાદ ટીમના માલિક શાહરૂખ ખાન ખુબ ખુશ નજર આવ્યો અને તેણે ટીમની પ્રશંસા કરી હતી. શાહરૂખે આંદ્રે રસેલના ફોટો સાથે ટ્વીટ પણ કર્યું હતું. શાહરૂખે ટ્વીટ કરીને ક્રિસ લિન, નીતીશ રાણા અને અન્ય ખેલાડીઓની પ્રશંસા કરી હતી. શાહરૂખે પોતાના ટ્વીટમાં રસેલના બાબુબલી લુકનો ફોટો પણ શેર કર્યો છે. આઈપીએલની સિઝન 12ના 17માં મેચમાં કેકેઆરે 206 રનનો લક્ષ્ય હાસિલ કરી આરસીબીને પાંચ વિકેટે હરાવ્યું હતું. રસેલે કહ્યું કે, હું આ સમયે લયમાં ચાલી રહ્યો છું અને સાથીઓનો સારો સાથ મળી રહ્યો છે. 

— Shah Rukh Khan (@iamsrk) April 5, 2019

મેચ બાદ રસેલે પોતાના નિવેદનમાં કહ્યું કે, વિશ્વનું કોઈપણ ગ્રાઉન્ડ તેના માટે મોટુ નથી અને તે બોલને મેદાનની બહાર મોકલી શકે છે. રસેલે કહ્યું કે, મને મારી ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને હું ગમે ત્યાં સિક્સ ફટકારી શકું છું. મહત્વનું છું કે શુક્રવારે રમાયેલા મેચમાં જ્યારે એક સમય મેચ બેંગલોરના પકડમાં હતો ત્યારે રસેલે એક ઈનિંગમાં બેંગલોરના સપના પણ પાણી ફેરવી દીધું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news