નવી દિલ્હીઃ બાંગ્લાદેશ વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટના ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં બેટિંગ કરતા અફઘાનિસ્તાન મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ત્રીજા દિવસે રમત પૂરી થઈ ત્યારે મહેમાન ટીમે 8 વિકેટના નુકસાન પર 237 રન બનાવી લીધા છે. આ રીતે તેની કુલ લીડ 374 રનની થઈ ગઈ છે. અફસર ઝઝઈ 34 અને યામિન અહમદઝઈ શૂન્ય રન બનાવી ક્રીઝ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રીજા દિવસની રમતની શરૂઆત બાંગ્લાદેશના સ્કોર 194/8થી થઈ હતી. કુલ સ્કોરમાં 11 રન જોડીને છેલ્લા બંન્ને બેટ્સમેનો આઉટ થઈ ગયા હતા. આ રીતે યજમાન ટીમ માત્ર 205 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને અફઘાનિસ્તાનને 137 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. અફઘાનિસ્તાન માટે પ્રથમ ઈનિંગમાં રાશિદે 5 અને મોહમ્મદ નબીએ 3 વિકેટ ઝડપી હતી. 


બીજી ઈનિંગમાં અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી, ઇસંતુલ્લાહ જનત માત્ર 4 રન બનાવી શાકિબનો શિકાર થયો હતો. આ સ્કોર પર રહમદ શાહ શૂન્ય પર આઉટ થયો હતો. થોડા સમય બાદ હશમતુલ્લાહ શાહિદી 12 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. તે સમયે કુલ સ્કોર 28 રન હતો અને મહેમાન ટીમ મુશ્કેલીમાં હતી. અહીંથી અસગર અફગાન અને ઇબ્રાહીમ જાદરાને શાનદાર પ્રદર્શન કરતા ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. અસગર 50 રન બનાવી આઉટ થયો હતો. તેણે પ્રથમ ઈનિંગમાં પણ અડધી સદી ફટકારી હતી. 


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમવાર નંબર 3,4,5ના બેટ્સમેન ગોલ્ડન ડકના શિકાર, બની ગયો રેકોર્ડ 


જાદરાને 87 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ રાશિદ ખાને આક્રમક 24 રન ફટકાર્યા હતા. ત્યારબાદ અફસર ઝઝઈએ મોરચો સંભાળતા દિવસની રમત સમાપ્ત થયા સુધી અણનમ 34 રન બનાવ્યા અને ટીમ કુલ 237 રન બનાવી શકી હતી. બાંગ્લાદેશ માટે બીજી ઈનિંગમાં શાકિબ અલ હસને 3 તથા તૈજુલ ઇસ્લામ અને નઈમ હસને 2-2 વિકેટ ઝડપી છે. 


સંક્ષિપ્ત સ્કોર
અફઘાનિસ્તાનઃ 342/10, 237/8


બાંગ્લાદેશઃ 205/10