અફઘાનિસ્તાનમાં બ્લાસ્ટ- ICCના અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારીનું નિધન
અફઘાનિસ્તાનમાં થયેલા એક બોમ્બ બ્લાસ્ટની ઝપેટમાં આવવાથી આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કરનાર આઈસીસી અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારીનું નિધન થયું છે.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમ્પાયરિંગ કરનાર અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારીનું એક બ્લાસ્ટની ઝપેટમાં આવવાથી મૃત્યુ થયું છે. અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં રસ્તા કિનારે શનિવારે એક વિસ્ફોટ થયો, જેની ઝપેટમાં આવવાથી 36 વર્ષીય શિનવારીનું નિધન થયુ છે.
શિનવારીએ ઘણી આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કરી છે. અફઘાનિસ્તાનના મીડિયા રિપોર્ટસ પ્રમાણે નાંગરહારમાં થયેલી બોમ્બ દુર્ઘટનામાં આશરે 15 લોકોના મૃત્યુ થયા, જ્યારે 30 અન્યને ઈજા પહોંચી છે. આ બોમ્બ વિસ્ફોટ નાંગરહારના પૂર્વી વિસ્તાર ગાનીખિલ જિલ્લામાં ગવર્નર કમ્પાઉન્ડની પાસે શનિવારે બપોરે થયો હતો.
નાંગરહાર ગવર્નરના પ્રવક્તાએ જાણકારી આપી છે કે કેટલાક બંદૂકધારી લોકો ગવર્નરના ઘરમાં બળજબરીથી ઘુસવા માગતા હતા, જેને સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતારી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube