કોઈપણ ભારતીય એથલીટ આ વર્ષે વિદેશી સ્પર્ધામાં રમશે નહીંઃ સુમારિવાલા
કોરોના વાયરસને કારણે રમત સાથે જોડાયેલા તમામ આયોજન પર બ્રેક લાગેલી છે, ત્યાં સુધી કે ઓલિમ્પિકને પણ એક વર્ષ બાદ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય એથલેટિક્સ એસોસિએશનના અધ્યક્ષ આદિલ સુમારિવાલાએ શુક્રવારે કહ્યુ કે, કોરોના વાયરસ મહામારીને કારણે કોઈપણ ભારતીય ખેલડી આ વર્ષે વિદેશોમાં યોજાનારી સ્પર્ધામાં ભાગ લેશે નહીં. તેમણે કહ્યુ કે, આ નિર્ણય ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમા રાખીને લેવામા આવ્યો છે. તેનો મતલબ થયો કે ભારતીય ખેલાડી 14 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી પ્રતિષ્ઠિત ડાયમંડ લીગ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં.
ટોક્યો ઓલિમ્પિક માટે ભાલા ફેંકમાં ક્વોલિફાઇ કરનાર નીરજ ચોપડા અને શિવપાલ સિંહ પણ તેમાં રમી શકશે નહીં. સુમારિવાલાએ વિશ્વ એથલેટિક્સના પ્રમુખ સેબાસ્ટિયનની સાથે એક વીડિયો કોન્ફરન્સમા કહ્યુ, અમારો અમારા એથલીટોને 2021 પહેલા વિદેશમાં મોકલવાનો ઇરાદો નથી. ત્યાં સુધી અમારી પાસે તેની (કોરોના વાયરસ મહામારી)ની સારી સમજ હશે.
તેમણે કહ્યુ, 'અમારા એથલીટોની સુરક્ષા સૌથી ઉપર છે. તેથી અમારો કોઈપણ એથલીટ ડાયમંડ લીગમાં રમશે નહીં. જે એથલીટ હાલ રાષ્ટ્રીય શિબિરોમાં છે તે આગામી ત્રણ મહિના સુધી ત્યાં રહેશે.'
ઓસ્ટ્રેલિયન કંપનીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની માફી માંગી, કારણ છે જબરું
એએફઆઈ પ્રમુખે આગળ કહ્યુ, અમારી યોજના છે કે એથલીટ 12 સપ્ટેમ્બરથી શરૂ થનારી ભારતીય સર્કિટની પાંચ સ્પર્ધામાં પડકાર રજૂ કરે. ઓક્ટોબર બાદ તેને આરામની તક મળશે. જો સ્થિતિમાં સુધાર થયો તો આગામી વર્ષે અમે યૂરોપમાં ટ્રેનિંગ (તાલીમ) કરવાની અમારી યોજના છે જેથી ખેલાડી ઓલિમ્પિક દરમિયાન પોતાની સર્વશ્રેષ્ઠ લયમાં રહે.
આ મહિનાની શરૂઆતમાં એએફઆઈએ આ વર્ષ માટે એક અસ્થાયી કેલેન્ડર તૈયાર કર્યુ છે જેની શરૂઆત 12 સપ્ટેમ્બરે ઈન્ડિયન ગ્રાં પ્રીની સાથે થશે. તેમાં બે મહિનાથી પણ ઓછા સમયમાં ત્રણ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube