ઓસ્ટ્રેલિયન કંપનીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની માફી માંગી, કારણ છે જબરું

માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરે (sachin tendulkar) ઓસ્ટ્રેલિયાની બેટ બનાવનારી કંપની સ્પાર્ટનની સાથેનો કાયદાકીય વિવાદ સોલ્વ કરી દીધો છે. ભારતીય દિગ્ગજે 2016માં સ્પાર્ટનના સામાનને પ્રમોટ કરવાનો કરાર કર્યો હતો. સચીને કંપની પર આરોપ લગાવ્યો હતો કે, તેણે કરારમાં હાલના નિયમોનું પાલન નથી કર્યું અને બેટ્સમેનને રોયલ્ટી તથા એન્ડોર્સમેન્ટ ફી પણ નહિ આપી, જે બંને વચ્ચે નક્કી કરવામાં આવી હતી. સાથે જ કરાર રદ થવા પર પણ તેમના નામનો ઉપયોગ કરતી રહી છે. 
ઓસ્ટ્રેલિયન કંપનીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની માફી માંગી, કારણ છે જબરું

ઝી મીડિયા/બયૂરો :માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરે (sachin tendulkar) ઓસ્ટ્રેલિયાની બેટ બનાવનારી કંપની સ્પાર્ટનની સાથેનો કાયદાકીય વિવાદ સોલ્વ કરી દીધો છે. ભારતીય દિગ્ગજે 2016માં સ્પાર્ટનના સામાનને પ્રમોટ કરવાનો કરાર કર્યો હતો. સચીને કંપની પર આરોપ લગાવ્યો હતો કે, તેણે કરારમાં હાલના નિયમોનું પાલન નથી કર્યું અને બેટ્સમેનને રોયલ્ટી તથા એન્ડોર્સમેન્ટ ફી પણ નહિ આપી, જે બંને વચ્ચે નક્કી કરવામાં આવી હતી. સાથે જ કરાર રદ થવા પર પણ તેમના નામનો ઉપયોગ કરતી રહી છે. 

તેંડુલકરે પોતાના દાવામાં સ્પાર્ટન કંપની અને તેના બાદ નિર્દેશક કુણાલ શર્મા તથા લેસ ગલાબ્રેથ પર કરાર તોડવા, ખોટો વ્યવહાર, આજ્ઞાપત્રને ખત્મ કરવાની સાથે જ તેંડુલકરનો ટ્રેડ માર્ક, જેમાં સચીન પોતાના સ્કવાયરકટ રમતા નજર આવી રહ્યાંને કેન્સલ કરવાની વાત કહી હતી. 

સેટલમેન્ટના અનુસાર, સ્પાર્ટનની કેટલીક કંપનીઓએ પોતાના ઉપર લાગેલા આરોપોને કબૂલ કરી લીધા અને કોર્ટના આદેશને માનવાની વાત કહી છે. જેમાં સચીનનું નામ, ફોટો અને સચિનનું નામ ખોટા એન્ડોર્સમેન્ટ ન કરવું સામેલ છે. સ્પાર્ટનની સાથે જ સચિનના ફોટોવાળા રજિસ્ટર્ડ ટ્રેડમાર્કને પણ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. 

આ તારીખથી ગુજરાતમાં ચોમાસુ બેસશે, ગાંધીનગરમાં બેઠકમા એક્શન પ્લાન તૈયાર કરાયો 

સ્પાર્ટનના સીઓઓએ એક સંયુક્ત જાહેરાતમાં કહ્યું કે, સ્પાર્ટન તેંડુલકર પાસેથી પણ માફી માંગે છે, તેના કરારનું ઉલ્લંઘન થયુ છે. અમે આ વિવાદને દૂર કરવામાં તેંડુલકરના સંયમના વખાણ કરીએ છીએ. 

સચિનની મેનેજમેન્ટ કંપની એસઆરટી સ્પોર્ટસ મેનેજમેન્ટના મુખ્ય કાર્યકારી અધિકારી મૃનમોય મુખરજીએ એક નિવેદનમાં કહ્યું કે, સચિન આ મામલાને નાબૂદ કરીને અને આ મામલામાં એક મિત્રતાપૂર્ણ સમાધાન પર પહોંચીને બહુ જ ખુશ છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news