નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) સોશિયલ મીડિયા મસ્તી કરવા માટે જાણિતા છે, જ્યારે 29 જૂનના રોજ ભારતમાં ટિકટોક (TikTok) સહિત 59 એપ્સ બેન કરી દીધી, ત્યારે અશ્વિને તેને લઇને ટ્વિટ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારથી કોરોના વાયરસના લીધે લોકડાઉન થયું છે. ત્યારથી ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર ચાઇનીઝ એપ ટિકટોક પર ખૂબ એક્ટિવ થઇ ગયા છે. તેમણે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા ડાન્સિંગ અને ફની વીડિયોઝ અપલોડ કર્યા છે, જેને ભારતીય ક્રિકેટ ફેન્સે ખૂબ પસંદ કર્યા છે.  


ભારતમાં ટિકટોક પ્રતિબંધ થવાના સમાચાર જ્યારે એક ટ્વિટર યૂઝરે પોતાના એકાઉન્ટ પર શેર કરી, ત્યારે અશ્વિનએ ડેવિડ વોર્નરને ટેગ કરતાં લખ્યું 'ઓપ્પો અનવર" અશ્વિન તમિલ ભાષામાં આ એમ કહેવા માંગે છે, 'ડેવિડ વોર્નર હવે શું કરશે? 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube