ICC World Cup 2019: ટીમમાં સ્થાન મળ્યા બાદ શંકરે કહ્યું, સપનું સાકાર થયું
ઓલરાઉન્ડર વિજય શંકરે સોમવારે ભારતની વિશ્વ કપની ટીમમાં જગ્યા બનાવ્યા બાદ કહ્યું કે, તેનું સપનું સાચું થયું અને તે આઈપીએલ ટીમના સાથે ભુવનેશ્વર કુમારની સાથે આ મહાસંગ્રામનો દબાવ સહન કરવાની કલા શીખી રહ્યો છે.
મુંબઈઃ ઓલરાઉન્ડર વિજય શંકરે સોમવારે ભારતની વિશ્વ કપની ટીમમાં જગ્યા બનાવ્યા બાદ કહ્યું કે, તેનું સપનું સાચું થયું અને તે આઈપીએલ ટીમના સાથે ભુવનેશ્વર કુમારની સાથે આ મહાસંગ્રામનો દબાવ સહન કરવાની કલા શીખી રહ્યો છે.
શંકરે આઈપીએલના પોતાના સાથી ભુવનેશ્વરનો ઉલ્લેખ કરતા કહ્યું, હું ભારતીય વિશ્વ કપ ટીમનો ભાગ બનીને ખુબ ખુશ ચું. આ સપનું સાકાર થવા સમાન છે. અહીં સનરાઇઝર્સ હૈદરાબાદમાં પણ કેટલાક સભ્ય વિશ્વ કપ વિજેતા ટીમના છે અને મેં તેની સાથે તે સમજવા માટે વાચ કરી કે વિશ્વકપની ટીમમાં રમવું કેવું લાગે છે અને પછી તેને જીતવાથી કેવો અનુભવ થાય છે. મેં તેની પાસેથી ઘણું શીખ્યું કે આ પ્રકારના મહાસમરમાં દવાબને પહોંચી વળવાની શું રીત છે.
વિશ્વ કપ માટે આ 5 ખેલાડી પણ હતા દાવેદાર, પરંતુ ન મળી લંડનની ટિકિટ
શંકરને બેટિંગ ક્રમમાં જરૂરીયાત પ્રમાણે ઉપયોગ કરવાની આશા છે, વિશેષકરીને ચોથા નંબર પર. તમિલનાડુના આ ખેલાડી પોતાની ત્રિઆયામી ક્ષમતાને કારણે આ સ્થાન હાસિલ કર્યું જે પહેલા રાયડૂની પાસે હોવાની આશા હતી.
તેણે કહ્યું, 'હું પણ વિશ્વકપ માટે પસંદ થવાથી ખુશ છું, ઈંગ્લેન્ડની સ્થિતિ મારી મજબૂતીને અનુરૂપ હશે અને હું તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરીશ. આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમવાથી મને વિશ્વ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ પહેલા યોગ્ય મેચ પ્રેક્ટિસ મળી છે.
World Cup 2019: ભારતીય ટીમમાં ધોની સૌથી અનુભવી તો કુલદીપ યાદવ સૌથી યુવા ચહેરો
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમના મેન્ટોર અને પૂર્વ ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, ભારતીય પસંદગીકારોએ એક મજબૂત ટીમ પસંદ કરી છે. તેમણે કહ્યું, ભારતીય ટીમ ઘણી સંતુલિત છે અને ટાઇટલ જીતવાના પ્રબળ દાવેદારોમાંથી એક છે. મેં ભુવી અને વિજયને નેટ પર રમતા જોયા છે. તે સારા ફોર્મમાં છે અને વિશ્વ કપ જેવા મંચ પર શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. મને આશા છે કે તે ટીમની સફળતામાં ઘણું મોટું યોગદાન આપશે.