World Cup 2019: ભારતીય ટીમમાં ધોની સૌથી અનુભવી તો કુલદીપ યાદવ સૌથી યુવા ચહેરો
આગામી વિશ્વ કપ માટે ભારતે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ટીમમાં ત્રણ ફાસ્ટ બોલર, ત્રણ સ્પિનર અને બે ઓલરાઉન્ડરોને તક આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ ચાલી રહી છે. પરંતુ ભારતીય ટીમની જાહેરાત સાથે આગામી વિશ્વ કપ-2019નું કાઉનડાઉન પણ શરૂ થઈ ગયું છે. અખિલ ભારતીય પસંદગી સમિતિ દ્વારા આજે વિશ્વ કપ માટે ભારતના 15 ખેલાડીઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ ત્રીજો વિશ્વ કપ જીતવા માટે મેદાનમાં ઉતરશે. ટીમમાં યુવા તથા અનુભવી ખેલાડીઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. ટીમનો સૌથી મોટો આધાર સ્તંભ મહેન્દ્ર સિંહ ધોની (37 વર્ષ) ટીમમાં સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. તો રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ (24 વર્ષ) ટીમનો સૌથી યુવા ખેલાડી છે. ટીમમાં કુલ 6 ખેલાડીઓ એવા છે જેની ઉંમર 30 કે તેથી વધુ છે. જ્યારે 9 ખેલાડીઓની ઉંમર 30 વર્ષની અંદર છે.
જાણો વિશ્વ કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમના ખેલાડીઓની ઉંમર
ખેલાડી ઉંમર
વિરાટ કોહલી 30 વર્ષ
શિખર ધવન 33 વર્ષ
રોહિત શર્મા 31 વર્ષ
એમએસ ધોની 37 વર્ષ
કેએલ રાહુલ 26 વર્ષ
કેદાર જાધવ 34 વર્ષ
હાર્દિક પંડ્યા 25 વર્ષ
વિજય શંકર 28 વર્ષ
ભુવનેશ્વર કુમાર 29 વર્ષ
જસપ્રીત બુમરાહ 25 વર્ષ
મોહમ્મદ શમી 29 વર્ષ
યુજવેન્દ્ર ચહલ 28 વર્ષ
કુલદીપ યાદવ 24 વર્ષ
રવિન્દ્ર જાડેજા 30 વર્ષ
વિશ્વકપ 2019 માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.
વિશ્વ કપ 2019માં ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ
1. ભારત vs સાઉથ આફ્રિકા, સાઉથેમ્પ્ટન - 5 જૂન
2. ભારત vs ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ - 9 જૂન
3. ભારત vs ન્યૂઝીલેન્ડ, ટ્રેન્ટ બ્રિજ - 13 જૂન
4. ભારત vs પાકિસ્તાન, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 16 જૂન
5. ભારત vs અફગાનિસ્તાન, સાઉથેમ્પ્ટન - 22 જૂન
6 ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 27 જૂન
7. ભારત vs ઈંગ્લેન્ડ, એઝબેસ્ટન - 30 જૂન
8. ભારત vs બાંગ્લાદેશ, એઝબેસ્ટન - 2 જુલાઈ
9. ભારત vs શ્રીલંકા, લીડ્સ - 6 જુલાઈ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે