મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં વધુ એક રાજીનામાના સમાચાર સામે આવી રહ્યાં છે. પૂર્વ ક્રિકેટર અને બોર્ડમાં જનરલ મેનેજર (ક્રિકેટ સંચાલન) સબા કરીમ પોતાના પદ પરથી હટશે તેવી જાણકારી મળી છે. જલદી તેના પર ઔપચારિક જાહેરાતની સંભાવના છે. કરીમ ડિસેમ્બર 2017મા બોર્ડમાં આવ્યા હતા અને તત્કાલીન સીઈઓ રાહુલ જોહરીની સાથે મળીને નિમણૂકોની અધ્યક્ષતા કરી રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોર્ડે હાલમાં જોહરીનું રાજીનામુ સ્વીકાર કરી લીધુ હતું. જોહરીએ 27 તારીખે રાજીનામુ આપ્યું હતું. તે જાણવા મળ્યું નથી કે બોર્ડે અચાનક રાજીનામુ સ્વીકાર કરવાનો નિર્ણય કેમ લીધો. જોહરી 2016મા બોર્ડ સાથે જોડાયા હતા, જેનો કરાર 2021 સુધીનો હતો. સૌરવ ગાંગુલી બોર્ડના અધ્યક્ષ બન્યા બાદ તેમણે રાજીનામુ આપ્યું હતું. 


ખેલ રત્ન એવોર્ડ માટે હરભજનનું નામ કેમ ન મોકલવામાં આવ્યું? ભજ્જીએ પોતે કર્યો ખુલાસો 


જોહરીના ગયાના એક સપ્તાહ બાદ કરીમે બીસીસીઆઈમાંથી કેમ રાજીનામુ આપવું પડ્યું? તેની પાછળ શું કારણ છે અને કોણ જવાબદાર છે? તે વાતની માહિતી મળી શકી નથી. 


52 વર્ષીય સબા કરીમ પસંદગીકાર પણ રહી ચુક્યા છે. તેમણે દેશ માટે 1 ટેસ્ટ અને 34 વનડે રમી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો તેમણે 120 મેચ રમી, જેમાં 22 સદી અને 33 અડધી સદીની મદદથી 7310 રન બનાવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર