Sports News સપના શર્મા/અમદાવાદ : રમતગમતમાં યુવાનો આગળ વધે તે માટે કેન્દ્ર સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે. છતાં કેટલાક વિસ્તારોમાં હજી પણ યુવાઓ માટે રમતગમત ક્ષેત્ર પડકારભર્યું સાબિત થાય છે. કેટલાક ગરીબ પરિવારના સંતાનો આર્થિક સ્થિતિને કારણે આગળ આવતા નથી. પરંતું અમદાવાદનો આરવ રાજપૂત આવા જ પડકારોથી લડી દેશમાટે ગોલ્ડ મેડલ લઇ આવ્યો. આ માટે અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને હિતેશ બારોટે તેને થાઈલેન્ડ જવા મદદ કરી હતી, અને તેના બદલામાં આરવે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાઈલેન્ડ જવાના પૈસા ન હતા 
આરવ તેના ભાઈ અને માતાપિતા સાથે મેમનગરમાં એક નાનકડા ઘરમાં રહે છે. તેને નાનપણથી કરાટેમાં આગળ વધવું હતું. આરવે નેશનલ લેવલ સુધી અનેક મેડલ્સ પણ જીત્યા. પરંતુ ખરી ચેતવણી ઇન્ટરનેશનલમાં રમવા જતા પહેલા આવી. થાઈલેન્ડમાં ઇન્ટરનેશનલ કરાટે ડુ ચેમ્પિયનશિપ માટે આરવ સિલેક્ટ થયો, પણ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેની પાસે થાઈલેન્ડ જવાના પૈસા ન હતા. 


નશામાં ધૂત યુવતીનો રસ્તા પર હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસ કર્મીને મારી દીધી થપ્પડ


પૈસા ન હોવાથી ચેમ્પિયનશિપમાંથી નામ પાછુ લેવાનું વિચાર્યું
આરવ પાસે થાઈલેન્ડ જવા પૈસા ન હોવાથી તેને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીનો સંપર્ક કર્યો પણ નિયમ મુજબ એક વાર ખેલાડી સ્પર્ધામાં ભાગ લઈ લે. ત્યાર બાદ જ તેને પ્રવાસનો ખર્ચ મળી શકે. અંતે કોઈ વિકલ્પ ન દેખાતા તેણે ચેમ્પિયનશિપમાંથી નામ પાછુ લઇ લેવાનું વિચાર્યું હતું.


રાજકોટનું રાજકારણ ગરમાયું : પાટીલે દિગ્ગજ નેતાને શિસ્તભંગની નોટિસ ફટકારી


સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે મદદ કરી 
એક દિવસે ઓચિંતા મંદિરના દર્શન કરતા સમયે સામાજિક આગેવાન નીરુ પટેલ સાથે તેની મુલાકાત થઇ. નીરુબેને આરવની મુશ્કેલી જાણી AMC ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટનો સંપર્ક કરવા કહ્યું હતું. આરવે હિતેશ બારોટને પૈસા પાછા આપવાની શરતે મદદ કરવા રજુઆત કરી હતી. પણ હિતેશ બારોટે પૈસા પાછા લેવાને બદલે દેશ માટે ગોલ્ડ મેડલ લાવવા માટે કહ્યું.


કંઈક નવાજૂની થશે : અમિત શાહ ગુજરાતમાં ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરશે ગુપ્ત બેઠક


દરેક ખેલાડીને હિતેશ બારોટ જેવા સ્પોન્સર મળવા જોઈએ
દેશ માટે ગોલ્ડ મેડલ લઈ આવનાર આરવ રાઠોડે ZEE 24 કલાકને જણાવ્યું કે, તે રોજ 6 કલાક પ્રેક્ટિસ કરે છે. જરૂરિયાત માત્ર ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની છે. ખેલાડીઓને સ્પોન્સર્સ મળવા જોઈએ જેમ મને મળ્યા છે.


ગુજરાતીઓને વિદેશ ભણવામાં આ તકલીફોનો કરવો પડે છે સામનો, પડકારો જ પડકારો છે